ફતેગંજ વિસ્તારમાં જબરદસ્ત ધમાલ મચાવતાં કપિરાજને રેસ્કયૂ કરાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, માર્ચ 2026  |   વડોદરા   |   2178

વડોદરા શહેરમાં માનવ વસ્તી અને જાહેર માર્ગ ઉપર ભાગદોડ કરતા વાનર સેના પૈકી નાં એક નાનો તોફાની વાનરના ફતેગંજ વિસ્તારમાં ટ્રાફિક વચ્ચે દોડતા એક વાહનની ટક્કરે ઘાયલ થયો હતો.જેનો કોલ વન વિભાગને મળતા રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત વાનર વાનમાં રેસ્ક્યુ સેન્ટર ખાતે લાવવામાં આવ્યો હતો. અને તેની સારવાર હાથ ધરવામાં આવી હતી.

     અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં જાહેર માર્ગ ઉપર ગાય, શ્વાન,વાનર સહિત અન્ય નાના-મોટા પ્રાણીઓ મુક્તપણે ફરતા હોય છે. ત્યારે આવા પ્રાણીઓથી કેટલીક વખત વાહન અકસ્માત સર્જાય છે અને વાહન ચાલક ઘાયલ થાય છે તો કેટલીક વખત વાહન વ્યવહાર વાલા રસ્તા ઉપર ફરતા પ્રાણીઓ પણ ઘાયલ થતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં બનવા પામ્યો હતો. આ બનાવની વિગત એવી છે કે ફતેગંજ વિસ્તારમાં આજે વાનર સેનાનું ટોળું આવી પહોંચ્યું હતું. અને અવર-જવર કરતા વાહનો વાળા રોડ ઉપર ભાગદોડ કરતુ હતું. આ વાનર સેનાના ટોળા પૈકી એક નાનો વાનર તોફાન તેમજ કુદાકુદ કરતા ટ્રાફિક માં રોડ વચ્ચે દોડીને રોડ ક્રોસ કરી રહ્યું હતું. તે વખતે તે અજાણ્યા વાહનની અડફેટે આવી ગયું હતું. અને ઘાયલ થયું હતું. જાેકે આ ઘાયલ વાનર દુ:ખની પીડાથી ફૂટપાટ પર આવેલા આસોપાલવના ઝાડ ઉપર ચઢીને બેસી ગયું હતું. બીજી તરફ આ સમગ્ર ઘટનાને નજરે જાેનાર વ્યક્તિએ વાનર રાજને સારવાર મળે તે માટે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગને ઘાયલ કપીરાજ નો કોલ મળતા જ રેસ્ક્યુ ટીમ ફતેગંજ વિસ્તારમાં પહોંચી હતી. અને જ્યાં દુ:ખથી કણસતા નાના કપીરાજ નો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. અને રેસ્ક્યુ વાનમાં તેને વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર હાથ ધરવામાં આવી હતી. જાેકે સારવાર બાદ વન વિભાગના અધિકારી કરણસિંહ રાજપૂતે ઘાયલ વાનર રાજની હાલત સામાન્ય હોવાનું જણાવ્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution