સુરત મનપામાં 'કપૂર' કાંડ? કપૂરની ખરીદીને લઈને ઉઠ્યા સવાલ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, માર્ચ 2026  |   2772

વિપક્ષના આક્ષેપો બાદ મનપા કમિશનરે તપાસના આદેશ આપ્યા, ડ્રેનેજ સફાઈ કર્મીઓ માટે 5 હજાર કિલો કપૂરની ખરીદી, બજાર ભાવ કરતા ત્રણ ગણા વધુ નાણાં ચૂકવવાની તૈયારી, કિલો દીઠ 2000 રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો વિપક્ષનો ગંભીર આક્ષેપ

સુરત મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. આ વખતે સુગંધિત ગણાતા કપૂરમાંથી ભ્રષ્ટાચારની ભારે દુર્ગંધ આવી રહી છે. ડ્રેનેજ સફાઈ કરતા કર્મીઓ માટે કપૂરની ગોટી ખરીદવાના નામે જનતાના પરસેવાના કરોડો રૂપિયા પાણીમાં વહેવડાવવાનું આયોજન થઈ ગયું હતું. બજાર ભાવ કરતા ત્રણ ગણા ઉંચા ભાવે ટેન્ડર મંજૂર કરી દેવાતા હવે વિપક્ષે શાસક પક્ષને આડે હાથ લીધો છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution