બેંગ્લોર
લાંબા ઝઘડા બાદ કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પાએ આખરે તેમના પદ પરથી રાજીનામું આપવાની ઘોષણા કરી દીધી છે. યેદિયુરપ્પા બપોરના ભોજન બાદ રાજ્યપાલને રાજીનામું આપશે. યેદિયુરપ્પાએ પોતે આ માહિતી આપી છે. યેદિયુરપ્પા ભાવુક થયા અને કહ્યું, 'મેં રાજીનામું આપવાનું નક્કી કર્યું છે. હું બપોરના ભોજન બાદ રાજ્યપાલને મળીશ.
વિશેષ વાત એ છે કે આજે યેદિયુરપ્પા સરકારના કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થયા છે. યેદિયુરપ્પાએ સરકારની બીજી વર્ષગાંઠ પર હાઈકમાન્ડ સમક્ષ નમન કર્યું. હવે કર્ણાટકના આગામી મુખ્યમંત્રી કોણ હશે, તેનો નિર્ણય સાંજ સુધીમાં લેવામાં આવશે.
Loading ...