દેવગૌડા પર ખડગેએ કહ્યું- મોહબ્બત અમારી સાથે અને લગ્ન મોદીજી સાથે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, માર્ચ 2026  |   2079


નવી દિલ્હી :રાજ્યસભામાં બુધવારે એપ્રિલથી જુલાઈ વચ્ચે નિવૃત્ત થઈ રહેલા ૫૯ સાંસદોને વિદાય આપવામાં આવી. આ સભ્યોમાં પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા, શરદ પવાર, ઉપસભાપતિ હરિવંશ અને આરપીઆઇ નેતા રામદાસ આઠવલે સામેલ છે. જાેકે, શરદ પવાર અને રામદાસ આઠવલે ફરીથી રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પૂર્વ પીએમ એચડી દેવગૌડા વિશે કહ્યું, ‘હું સૌથી પહેલા દેવગૌડાજીનો ઉલ્લેખ કરવા માંગીશ. મને ખબર નથી કે તેમને શું થયું, પ્રેમ અમારી સાથે કર્યો, પણ લગ્ન મોદીજી સાથે કર્યા.’ તેના પર પીએમને હસવું આવી ગયું. આ પ્રસંગે પીએમ મોદીએ સંસદને એક ‘ઓપન યુનિવર્સિટી’ ગણાવી હતી. તેમણે કહ્યું કે રાજકારણમાં ક્યારેય પૂર્ણવિરામ હોતું નથી. ભવિષ્ય તમારી રાહ જાેઈ રહ્યું છે અને તમારો અનુભવ આપણા રાષ્ટ્રીય જીવનનો કાયમી હિસ્સો બની રહેશે.ઉપસભાપતિ હરિવંશે જણાવ્યું કે, “સભાપતિજી, આપે મને બોલવાની તક આપી તે બદલ આભાર. વડાપ્રધાન મોદી અને સભાપતિજી, આપે મારા માટે જે શબ્દો કહ્યા છે, તે મારા જીવનની ક્યારેય ન ભૂલાય તેવી અમૂલ્ય સ્મૃતિ બની રહેશે. હું અહીં બોલાયેલા દરેક સભ્યોના શબ્દો સાથે મારી જાતને જાેડી રહ્યો છું.”તેમણે કહ્યું કે, “આપના આવ્યા પછી સંસદની કાર્યવાહી કેવી રીતે સુચારૂ રીતે ચાલે તે માટે સતત પ્રયાસો થતા રહ્યા છે. આ સદનના સભ્ય જે.પી. નડ્ડાજીનું મર્યાદિત અને શિસ્તબદ્ધ આચરણ હંમેશા યાદ રહેશે. ખડગેજીની સાથે બેસવાની તક મળી અને દરેક ક્ષણે સતર્ક રહેવાની તેમની શૈલી તેમજ તેમના બહોળા અનુભવમાંથી ઘણું શીખવા મળ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution