શહેરા, તા.૧૬

 શહેરા ભાજપમાંથી ટિકિટ નહીં મળતા થોડા દિવસ પહેલા કોંગ્રેસમાં જાેડાયેલા ખાતુભાઈ પગી એ વિજય મુહૂર્તમાં કોંગ્રેસ માંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ખાતુભાઈ પગી એ મેન્ડેટ વગર પોતાની ઉમેદવારી ફોર્મ ભરીને જીત નિશ્ચિત હોવાનું જણાવ્યું હતુ. શહેરા બેઠક પર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ભાજપ પક્ષ દ્વારા ખાતુભાઈ પગીને ટિકિટ નહીં આપતા તેઓ ભાજપમાંથી નારાજ થઈને થોડા દિવસ પહેલા તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જાેડાયા હતા. કોંગ્રેસમાં જાેડાયેલા ખાતુભાઈ પગી ગામ માં આવેલા દશા માતાજીના આશીર્વાદ લઈને સમર્થકો સાથે વાજતે ગાજતે ઉમેદવારી પત્ર ભરવા માટે નીકળ્યા હતા. તાલુકા સેવા સદન ખાતે ખાતુ ભાઇ પગી પોતાના સમર્થકો સાથે શુભ મુહૂર્ત માં પહોંચી ગયા હતા. ખાતુભાઈ પગી એ ચૂંટણી અધિકારી એન.કે પ્રજાપતિ અને મદદનીશ ચૂંટણી અધિકારી એન.બી.મોદી સમક્ષ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.જ્યારે ખાતુભાઈ પગી એ મને પાર્ટીમાંથી ફોન આવ્યો એટલે મેં ઉમેદવારી ફોર્મ ભર્યું છે.આ વખતે મારી જીત થવાની છે અને અહીં કોંગ્રેસ જીતવાની છે. આ વખતે સારી એવી લીડ થી હું જીતીશ તેમ જણાવ્યું હતુ.જાેકે ૧૨૪ વિધાનસભા બેઠક પર પ્રથમ વખત કોંગ્રેસ પાર્ટી માંથી ખાતુભાઈ લડી રહ્યા હોય ત્યારે આ વખતની ચૂંટણી તીવ્ર રસાકસી ભરી બની રહે એવી શક્યતાઓ જાેવા મળી રહી છે. ટિકિટ નહીં મળતા ખાતુ ભાઇ પગી ભાજપ પક્ષ છોડીને થોડા દિવસો પહેલા કોંગ્રેસ પક્ષમાં જાેડાયા હતા.