ખેડા-

મહુધા શહેરના ફીણાવ ભાગોળ વિસ્તારમાં વાહનમાં જુગાર રમાતો હોવાની બાતની મહુધા પોલીસને મળી હતી. મળેલી બાતમીને આધારે પોલીસ દ્વારા ઘટનાસ્થળે રેડ કરવામાં આવી હતી. જેમાં ફીણાવ ભાગોળ વિસ્તારમાં આવેલા સુલભ શૌચાલયની પાછળના મેદાનમાં પાર્ક કરેલી આઈસરમાં જુગાર રમતા 7 લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે આ તમામ આરોપીઓ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેડા જિલ્લામાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જુગારનું દૂષણ વધી રહ્યું છે. વિવિધ વિસ્તારોમાં પાર્ક કરેલા તેમજ હાઈવે પર ચાલુ વાહનોમાં જુગાર રમવાના કિસ્સા આ અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. જે બાદ શુક્રવારે વધુ એક આવો જ કિસ્સો સામે આવતા પોલીસ સતર્ક બની આવી ગેરકાયદેસર પ્રવૃતિને રોકવા પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.