ટ્રોલર્સના ગુસ્સાને પણ આભાર સાથે માથે ચડાવવા ખુશી કપૂરનો પ્રયાસ
27, જુન 2024 693   |  

ખુશી કપુરની ‘ધ આર્ચિઝ’ ૨૦૨૩માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી ખુશી કપુરે હિન્દી સિન્માની દુનિયામાં પદાર્પણ કર્યું હતું અને તે રાતોરાત સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ હતી. જાેકે, તેને આ ડેબ્યુ બાદ અનેક પ્રકારની ટીકાઓ અને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ખુશી તેને ‘ગુસ્સા’ની દૃષ્ટિએ જાેવાને બદલે તેની સામે આવતી દરેક ટીકા માટે પોતાને આભારી ગણાવે છે. ખુશીએ હવે આ અંગે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યાે છે, તેણે જણાવ્યું,“હું મારી જાતને લોકોના ગુસ્સાનો શિકાર થઈ હોય એવું નથી માનતી પણ પરંતુ લોકોના પ્રેમ માટે તેમની આભારી અને ઋણી છું.” ખુશીએ ફિલ્મમાં બેટી કુપરનો રોલ કર્યાે હતો. આ ફિલ્મમાં તેની સાથે અગત્સ્ય નંદા, સુહાના ખાન અને વેદાંગ રૈના જેવા કલાકારો હતો. ખુશીએ ટીકાઓનો સામનો કરતાં શીખી લીધું છે, તેણે કહ્યું,“હું ટીકાઓ માટે પણ બધાંની આભારી છું. હું માત્ર શીખવા, આગળ વધવા, તેમજ મારી જાત અને મારા કામ માટે સમય લઈ રહી છું.” હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ બનીને જાનવી ખૂબ ખુશ છે. તેણે જણાવ્યું હતું,“ઇન્ડસ્ટ્રીનો ભાગ બનવા માટે આ સારો સમય છે. અને હું ખુશ છું કે મને ધીરે ધીરે મારો રસ્તો મળી રહ્યો છે.” જાેકે, ‘ધ આર્ચિઝ’ એ ખુશીનું કૅમેરા સામે પહેલું કામ નથી. આ પહેલાં તે ૨૦૧૬માં યૂટ્યુબ પર ‘ભસમ હો’, ‘પ્યાર કા ટકરાર’ અને ૨૦૨૦માં સ્ટુડન્ટ્‌સ શોર્ટ ફિલ્મ ‘સ્પીક અપ’માં કામ કરી ચૂકી છે. જાે ખુશીના આગામી પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો તે ઇબ્રાહીમ અલી ખાન સાથે ‘નાદાનિયાં’માં દેખાશે, તે આ ફિલ્મથી ડેબ્યુ કરશે. આ ઉપરાંત જાન્વી આમિર ખાનના દિકરા જુનૈદ ખાન સાથે પણ એક ફિલ્મ કરી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution