વડોદરા, સાવલી તા.૨૮

ડેસર તાલુકાના છાલિયેર ગામમાં પાંચ વર્ષ અગાઉ પોતાના સંબંધીના ૮ વર્ષના પુત્રનું અપહરણ કર્યા બાદ તેને મુક્ત કરવા માટે અપહ્યુત બાળકના પરિવારજનો પાસે ૧૦ લાખની ખંડણીની માગણી કરી તેમજ અપહ્યુત બાળકને શોધવા માટે પોલીસે ધમધમાટ શરૂ કરતા જ પકડાઈ જવાની બીકે અપહ્યુત બાળકની ઠંડા કલેજે હત્યા કરી તેની લાશને બોક્સમાં મુકી ઘરમાં છુપાવી દેવાના ચકચારભર્યા બનાવમાં સાવલી કોર્ટે અપહરણકાર ૨૬ વર્ષીય યુવકને ફાંસીની સજા ફટકારી હતી.

મુળ મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા સ્થિત ચાટકાબેલી ગામનો વતની અને ડેસર તાલુકાના છાલિયેર ગામમાં રહેતા ૨૦ વર્ષીય ધીરેન્દ્રસિંહ ઉર્ફ પપ્પુ ખુમાનસિંહ ઠાકોરે છાલિયેર ગામમાં રહેતા અને ધો. ૨માં અભ્યાસ કરતા તેના દુરના સંબંધીના ૮ વર્ષીય પુત્ર વિરૂ (નામ બદલ્યુ છે)નું ગત ૨૧-૧૦-૨૦૧૬ના સાંજે ઘર પાસે રમતી વખતે અપહરણ કર્યું હતું. ત્યારબાદ ધીરેન્દ્રસિંહે અપહ્યુત વિરુના પિતરાઈ ભાઈને મધરાતે ગુજરાતી-હિન્દી ભાષામાં એક ટેક્સ મેસેજ મોકલી ધમકી આપી હતી કે ‘ તારો છોકરો મારા કબજામાં છે હમણા બરોડામાં છે અને તારો છોકરો જીવતો જાેય તો હોય તો કાલે સવારે મારો આદમી આવશે તેને ૧૦ લાખ આપી દે જે અને પૈસા કાપડની થેલીમાં લાવવાના અને એકલા આવવાનું છે, પોલીસને ખબર કરવી નહી , નહીતર મારા માણસના એક ઈશારે તારો છોકરો ખલાસ થઈ જશે, એટલે હોંશિયાર રહેના ભુલના મત’

ત્યારબાદ ધીરેન્દ્રસિંહ સવારે ફરી ટેક્સ મેસેજ કરી પાંચ લાખની માગણી કરી આ બનાવની પોલીસને જાણ નહી કરવા માટે ધમકી આપી હતી. આ દરમિયાન ડેસર પોલીસને વિરૂના અપહરણની જાણ થતાં પોલીસે વિરૂના પરિવારજનોનો ગુપ્ત રીતે સંપર્ક સાધી આ બનાવની ફરિયાદ કરવા માટે સમજાવ્યા હતા જેથી વિરૂના પિતરાઈભાઈએ આ બનાવની ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસે ખંડણી માટે વારંવાર મેસેજ આવેલા તે નંબરના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જાેકે પોલીસે અપહ્યુત વિરૂની શોધખોળ શરૂ કરી હોવાની જાણ થતાં જ પકડાઈ જવાની બીકે ધીરેન્દ્રસિંહે ઠંડા કલેજે માસુમ વિરુનું ગળુ દબાવી હત્યા કરી હતી અને તેની લાશને એક ખોખામાં મુકી ખોખુ મકાનના માળિયામાં છુપાવ્યું હતું. બીજીતરફ મોબાઈલ ફોન નંબરના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં ધીરેન્દ્રસિંહની અટકાયત કરતા જ તેણે અપહરણ બાદ વિરૂની હત્યા કરી હોવાના ઘટસ્ફોટ કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને લાશને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપી હતી. આ કેસ સાવલીની અધિક સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી. જે.પટેલની દલીલો તેમજ ફરિયાદી પક્ષે મુકાયેલા પુરાવાના ધ્યાને લેતા અધિક સેશન્સ જજ જે.એ.ઠક્કરે આરોપી ધીરેન્દ્રસિંહને અપહરણ અને હત્યાના ગુનામાં દોષિત ઠેરવી તેને ફાંસીની સજા ફટકારી હતી. આ ઉપરાંત કોર્ટે આરોપીને વિવિધ ગુના હેઠળ પણ દોષિત ઠેરવી સજા સાથે દંડનો આદેશ કર્યો હતો. સાવલી કોર્ટના ઐતિહાસિક ચુકાદાના પગલે મૃતકના પરિવારજનોએ ન્યાય મળ્યાની લાગણી વ્યક્ત કરી હતી.

કોઈને શંકા ના જાય તે માટે ધીરેન્દ્રસિંહ પણ વિરૂની શોધખોળમાં જાેડાયેલો

અપહરણનો મેસેજ મળ્યા બાદ બાદ વિરૂના પરિવારજનોએ પૈસાની વ્યવસ્થા કરી શક્યા છે કે નહી તેની માહિતી મેળવવા માટે હત્યારો ધીરેન્દ્રસિંહ ગ્રામજનો અને વિરૂના પરિવારજનો સાથે રહીને વિરૂની શોધખોળનું નાટક કર્યું હતુ અને તેના બહાને તેણ સમગ્ર પરિસ્થિત પર નજર રાખી હતી. જાેકે આ કેસમાં ડેસર પોલીસની એન્ટ્રી થયાની જાણ થતાં જ માસુમ વિરૂની હત્યા કરી હતી અને ત્યારબાદ લાશને ખોખામાં છુપાવી પુરાવાનો નાશનો પ્રયાસ કરતાં ઈપીકો ૨૦૧ના ગુનામાં તેને ત્રણ વર્તષની સખત કેદ અને પાંચ હજારનો દંડનો આદેશ થયો હતો.

અપહરણ કર્યા બાદ માસૂમ સાથે

સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું હતું

ધીરેરન્દ્રસિંહ ઝડપાતા જ તેની પુછપરછ કરી પોલીસે ઘરમાંથી બોક્સ કબજે કર્યું હતું પરંતું તેમાં વિરૂની લાશ મળી હતી. લાશનું પોસ્ટમોર્ટમ થતાં તેમાં ધીરેન્દ્રસિંહે માસુમ બાળક સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યાનો ઘટસ્ફોટ થતાં તેની વિરુધ્ધ ઈપીકો ૩૭૭ મુજબ તેમજ પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો. અ ગુુનામાં પણ તે દોષિત સાબિત થતાં તેને સખત આજીવન કઙ્મેાી સજા તાથે ૧૦ હજારનો દંડનો આદેશ થયો હતો.

મૃતકના પરિવારજનોને ૧૦ લાખના વળતરની ભલામણ

કોઈ પણ કારણવિના પોતાના ૮ વર્ષના પુત્રને ગુમાવનાર વિરૂના માતા-પિતાને ગુજરાત વિક્ટીમ કોમ્પનસેશન સ્કીમ -૨૦૧૯ના કાનુની પ્રબંધો મુજબ ૧૦ લાખ રૂપિયાનું વળતર મળે તે માટે નામદાર કોર્ટ દ્વારા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, વડોદરાને ભલામણ કરવામાં આવી હતી. ચુકાદામાં આરોપી ધીરેન્દ્રસિંહને વિવિધ ગુના હેઠળ સજા સાથે રોકડ દંડની પણ જાેગવાઈ કરી હોઈ તેણે જાે ભરપાઈ કરે તો તે પણ વિરૂના માતા-પિતાને વળતર સ્વરૂપે ચુકવવાનો આદેશ કરાયો હતો.