પ્યોંગયોંગ-

ઉત્તર કોરિયાના ભેજાગેપ તાનાશાહ કિમ જાેંગ ઉનની બહેન હવે અત્યાચાર આચરવામાં પોતાના ભાઈ કરતા પણ બે ડગલા આગળ નીકળી જાય તેમ લાગી રહી છે.કિમની બહેન કિમ યો જાેંગે પોતાના દેશમાં સરકાર સામે અવાજ ઉઠાવનારા લોકોના મોઢા બંધ કરવા માટે અત્યંત ઘાતકી વલણ અપનાવ્યુ છે. કિમ યો જાેંગે સંખ્યાબંધ ટોચના અધિકારીઓને આપેલી મોતની સજાથી નોર્થ કોરિયામાં સન્નાટો છે. કિમ યો જાેંગે સરકારી એજન્સીઓના સંખ્યાબંધ અધિકારીઓને ગોળી મારી દેવાના આદેશો આપ્યા છે.

એક રેડિયો રિપોર્ટમાં બે નોર્થ કોરિયાઈ અધિકારીઓના હવાલાથી કહેવાયુ છે કે, દેશમાં હાલમાં એક ટોચના અધિકારીને ગોળીઓથી વિંધી નાંખવાનો કિસ્સો ચર્ચામાં છે. જાેકે માર્યા ગયેલા અધિકારીની ઓળખ થઈ નથી પણ કિમ જાેંગની બહેનના કહેવા પર જ તેની હત્યા કરાઈ હોવાનુ બહાર આવ્યુ છે.ગયા નવેમ્બરમાં પણ કિમ યો જાેંગે આવો જ એક ક્રુર આદેશ આપ્યો હતો. સોનાની દાણચોરીના મામલામાં સીમા સુરક્ષા દળના ૧૦ સુરક્ષા અધિકારીઓે મોતની સજા અપાઈ હતી અને બીજા નવ અધિકારીઓને જીવનભર માટે જેલમાં નાંખી દેવાયા હતા.કિમ યો જાેંગ હાલમાં પાર્ટીની સત્તાને પડકાર ફેંકનારા અધિકારીઓ અંગે જાણકારી એકઠી કરી રહી છે. તેણે પોતાના ભાઈને પણ જણાવી દીધુ છે કે જે લોકો વિરોધી સૂરમાં વાત કરી રહ્યા છે તેમને ખતમ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત બીજા સંખ્યાબંધ અધિકારીઓને જેલમાં પૂરી દેવાયા છે.