કિન્નર કરે છે અરાવન દેવતાથી વિવાહ, કૃષ્ણએ મોહિની બની આ દેવતાથી કર્યો હતા લગ્ન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, નવેમ્બર 2020  |   9405

શું તમને ખબર છે કે કિન્નર પણ લગ્ન કરે છે? કિન્નર અરાવન દેવતા સાથે લગ્ન કરે છે પણ લગ્નના બીજા જ દિવસે અરાવન દેવતાની મૃત્યુ સાથે તેમના લગ્ન પણ પૂરા થઇ જાય છે. સાથે જ કિન્નર અરાવન દેવતાથી પ્રાર્થના કરે છે કે હવે પછીના જન્મમાં તે સામાન્ય માણસના રૂપમાં જન્મ લે. કિન્નર સમુદાયના પોતાના નિયમ અને કાનૂન છે. કિન્નર અરાવન દેવતાની પૂજા ખૂબ જ શ્રદ્ધાની સાથે કરે છે. અરાવન દેવતાનો સંબંધ દક્ષિણ ભારતના તમિલનાડુથી છે. અરાવન દેવતાની ભક્તિના કારણે જે કિન્નરોને દક્ષિણ ભારતમાં અરાવની કહીને બોલાવે છે. કિન્નરના લગ્નની આ વાત મહાભારત કાળ સાથે જોડાયેલી છે. ત્યારે શું છે કિન્નર વિવાહની વાત અહીં જાણો.

એક પૌરાણિક કથા મુજબ તમિલનાડુના અરાવન દેવતા અર્જૂનના પુત્ર હતા. એક વાર અર્જૂને દ્રૌપદીથી લગ્નની એક શર્તનું પાલન ના કર્યું. જેના કારણે અર્જૂનને ઇંદ્રપ્રસ્થથી નિકાળી દેવામાં આવ્યો. તેને એક વર્ષની તીર્થયાત્રાનો આદેશ આપવામાં આવ્યો. આ યાત્રા દરમિયાન અર્જૂન ઉત્તર પૂર્વ ભારત જાય છે. જ્યાં તેની મુલાકાત એક વિધવા નાગ રાજકુમારી ઉલૂપીથી થાય છે. યુદ્ધમાં જીત્યા પછી પાંડવાને મા કાળીના ચરણોમાં નર બલિ આપવાની હતી જે માટે એક રાજકુમારની જરૂર હતી. જ્યારે કોઇ પણ રાજકુમાર આગળ ન આવ્યો તો અરાવને પોતાને બલિ આપવાની ઇચ્છા વ્યક્ત કરી. પણ મૃત્યુ પહેલા અરાવને એક શર્ત રાખી કે તે અવિવાહિત મરવા નથી ઇચ્છતો. આ શર્તના કારણે એક નવો સંકટ આવ્યો કારણ કે કોઇ પણ રાજા પોતાની પુત્રના લગ્ન તેવી વ્યક્તિ સાથે કરવા તૈયાર નહતા જે એક દિવસ પછી જ મૃત્યુ પામવાનો હોય. ત્યારે કોઇ રસ્તો ન નિકળતા ભગવાન શ્રીકૃષ્ણએ સ્વંયમ પોતાને મોહિની રૂપમાં બદલીને અરાવન સાથે લગ્ન કરે છે. અને બીજા દિવસે અરાવને પોતે પોતાના હાથથી કાલી માંની ચરણોમાં પોતાનું શીશ ઝુકાવે છે. અરાવનની મૃત્યુ પછી શ્રી કૃષ્ણના તે જ મોહીની રૂપમાં લાંબા સમય સુધી અરાવનની મૃત્યુનો વિલાપ કરે છે. કુષ્ણ પુરુષ હોવા છતાં સ્ત્રી રૂપ ધારણ કરીને અરાવનથી લગ્ન કરે છે.

જેમ કિન્નર પણ પુરુષ હોવા છતાં સ્ત્રી રૂપ ધારણ કરે છે. જે પછી કિન્નર પણ અરાવન સાથે એક રાત માટે લગ્ન કરે છે. અને જીવનભર તેની પોતાના આરાધ્ય દેવની જેમ પૂજા કરે છે. તમિલનાડુના કુવગમમાં અરાવનનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરમાં અરાવન દેવતાના શીશની પૂજા થાય છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution