લોકસત્તા ડેસ્ક-

દેવાધીદેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસમાં ભક્તો દ્ધારા અલગ અલગ રીતે પૂજા અર્ચના થતી હોય છે. સંસારના પાલન માટે ત્રીદેવની અહેમ ભુમિકા રહેલી છે. ત્યારે ભગવાન મહાદેવનુ સંસાર ચક્રને ચલાવવા માટે ખાસ સ્થાન છે. શંકર ભગવાનના હાથમાં ત્રિશૂળ અને ડમરું જેની એક ઓળખ છે. અને સ્મશાનમાં વાસ કરે છે. ભુતોની ટોળી સાથે અલગારી રીતે રહેવાનું પસંદ કરે છે. ભગવાન શંકરના નામનુ સ્મરણ થતા જ તેમનુ અનોખુ ચિત્ર આપણી આંખોની સામે આવી જાય છે. તો આવો જાણીએ મહાદેવના હાથમાં રહેતુ ત્રિશૂળ અને ડમરુંનુ મહત્વ

ત્રિશૂળઃ

હિંદુ ધર્મમાં દેવી-દેવતાઓના આયુધ તરીકે ત્રિશૂળનુ ઘણુ મહત્વ છે. સંસ્કૃત ભાષામાં ત્રિશૂળ શબ્દનો અર્થ 'ત્રણ ફાણવાળો' થાય છે. ભગવાન શિવના ત્રિશૂળ અત્યંત પ્રિય છે. અને તેમના ત્રિશૂળની આગળ સંસારની કોઈ પણ શક્તિ ટકી નથી શકતી.સંસારનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે ત્રિશૂળ.

ડમરું:

માન્યતા છે કે સંસારની રચના સમયે જ્યારે દેવી સરસ્વતી અવતરિત થયા ત્યારે તેમની વાણીથી જે ધ્વનિ ઉત્પન્ન થઈ તે સૂર અને સંગીત રહિત હતી. એ સમયે શિવજીએ 14 વખત ડમરું વગાડ્યું અને તાંડવ નૃત્ય કર્યું. ત્યારથી જ ડમરુંને સંગીતના જનક માનવામાં આવે છે.  ડમરું નાદ બ્રહ્મનું પ્રતીક અને શિવ તાંડવનું વાદ્ય છે.

વાસુકી નાગઃ

શિવજીના ગળામાં બિરાજમાન નાગ એ વાસુકી નાગ નાગલોકના રાજા છે. એક કથા પ્રમાણે વાસુકી એ શિવજીના પરમ ભક્ત હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શંકરએ વાસુકી નાગનો આભૂષણના રૂપમાં સ્વીકાર કર્યો.

ચંદ્રઃ

એક કથા અનુસાર રાજા દક્ષના શ્રાપથી મુક્તિ મેળવવા માટે ચંદ્રદેવે મહાદેવની કઠોર તપસ્યા કરી હતી. મહાદેવએ ચંદ્રદેવની ભક્તિથી પ્રસન્ન થઈ તેમના પર લાગેલા શ્રાપને તો હળવો કર્યો જ પણ સાથે જ તેમને પોતાના મસ્તક પર સ્થાન પણ આપ્યું. આ જ કથાની સાક્ષી પૂરતું જ્યોતિર્લીંગ એટલે ગુજરાતમા આવેલુ સોમનાથ મહાદેવનું મંદિર. સ્વયં સોમ એટલે કે ચંદ્ર દ્વારા સ્થાપિત  આ મંદિર સોમનાથ મહાદેવના નામથી ઓળખાય છે.