અમદાવાદ-

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ કોરોનાના દર્દીનો રેકોર્ડ તોડ્યો છે. તેઓ કોરોના માટે હોસ્પિટલમાં લાંબો સમય સુધી સારવાર લેનાર એશિયાના પ્રથમ દર્દી બન્યા છે. આવતીકાલે ભરતસિંહ સોલંકીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાના છે. જેથી તેઓના હોસ્પિટલમાં આવતીકાલે 102 દિવસ પૂરા થશે. ભરતસિંહ સોલંકીને આવતીકાલે સીમ્સ હોસ્પિટલમાંથી રજા અપાશે. ત્યારે આજે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત સોલંકી તથા વિપક્ષના નેતા પરેશ ધાનાણી તેઓને મળવા પહોંચ્યા હતા. 

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી કોરોનાગ્રસ્ત થયા બાદ લાંબા સમયથી સીમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. કોરોના પોઝિટિવ આવ્યા બાદ વડોદરા અને ત્યાથી સીમ્સમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ત્યારે હવે ભરતસિંહ સોલંકી બન્યા છે. જેઓએ આવતીકાલે હોસ્પિટલમાં 102 દિવસ પૂરા કરશે. આ દરમિયાન 51 દિવસ તેઓએ વેન્ટિલેટર પર વિતાવ્યા હતા. આખરે ભરતસિંહ સોલંકીને ગુરુવારે રજા અપાશે. ત્યારે સીમ્સ હોસ્પિટલ દ્વારા દાવો કરાયો કે, ભરતસિંહે ભારત અને એશિયામાં સૌથી લાંબો સમય કોવિડની સારવાર લીધી છે. 101 દિવસ સુધી તેમની સારવાર ચાલી હતી. હવે તેમની તબિયત સુધારા પર છે. જોકે, ઈન્જેક્શન બાદ હજી પણ રોજનો તેમનો 22 દવાઓનો કોર્સ ચાલુ છે.