10, જુલાઈ 2021
મુંબઇ
કરીના કપૂરે 21 ફેબ્રુઆરીએ બીજા પુત્રને જન્મ આપ્યો. કરીના અને સૈફ બીજી વખત માતા-પિતા બન્યા બાદ સોશિયલ મીડિયા પર ચાહકોએ તેમને ખૂબ અભિનંદન આપ્યા. કરીનાએ હજી સુધી નાના પુત્રની એક ઝલક સોશિયલ મીડિયા પર બતાવી નથી. આજે સવારથી જ સોશ્યલ મીડિયા પર કરીના-સૈફના નાના દીકરાના નામ અંગે અહેવાલો સામે આવી રહ્યા છે. હવે કરીનાના પિતા રણધીર કપૂરે પુષ્ટિ કરી છે કે તેના નાના પૌત્રનું નામ જેહ છે. ચાલો તમને જણાવીએ કે આ નામનો અર્થ શું છે.
રણધીર કપૂરે ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે હા કરીના અને સૈફે તેમના બીજા પુત્રનું નામ જેહ રાખ્યું છે. તેણે કહ્યું છે કે બાળકનું આ નામ એક અઠવાડિયા પહેલાં જ આખરી થઈ ગયું હતું.
કરીના અને સૈફના પુત્રનું નામ જાણ્યા બાદ ચાહકોએ તેમના નામ જેહના અર્થની શોધ શરૂ કરી દીધી હતી. આ નામનો અર્થ શું છે તે અમે તમને જણાવીશું. જેહ નામનો અર્થ લેટિનમાં વાદળી ક્રેસ્ટેડ પક્ષી છે. આ પક્ષી વાત કરે છે અને તેના ઘણા રંગો માટે જાણીતું છે.