દક્ષિણ ભારતમાં આવેલા રાજ્ય કેરળને સ્ટેટ ઓફ ગોડ કહેવાય છે. કેરળમાં સૌથી મહત્વપૂર્ણ શહેરો પૈકીનું એક છે કોચી, જે આજકાલ વિશ્વભરમાં પ્રવાસીઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મુસાફરીની ઓનલાઈન જાણકારી પ્રદાન કરતી મુખ્ય કંપની ‘ટ્રિપ એડવાઇઝર’ના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ટ્રેંડિંગ લિસ્ટમાં ટૂરિસ્ટ ડેસ્ટીનેશનમાં કોચી હાલમાં પહેલા નંબરે છે. ટ્રિપ એડવાઈઝરે 2020ના પ્રવાસીઓના સૌથી લોકપ્રિય ટૂરિસ્ટ ડેસ્ટિનેશનની યાદી બહાર પાડી છે. આ વર્ષ લિસ્ટમાં બે નવી કેટેગરી બનાવવામાં આવી છે.

પ્રથમ કેટેગરીમાં એવા ટેસ્ટિનેશન છે જેને વર્તમાન સમયમાં લોકો સૌથી વધારે પસંદ કરી રહ્યા છે એટલે કે ટ્રેન્ડમાં છે. જ્યારે બીજી કેટેગરીમાં ઈમર્જિંગ ડેસ્ટિનેશન (ઉભરતા સ્થળો)ની છે. કંપનીની 'નાઉ એન્ડ નેક્સ્ટ' યાદી અનુસાર, પસંદ કરવામા આવી રહેલ સ્થળોમાં કોચી બાદ ફિલિપાઇન્સનું લુઝોન અને પોર્ટુગલમાં પોર્ટો ક્રમશ બીજા અને ત્રીજા ક્રમે છે. જ્યારે યાદીમાં અંતિમ અને 25માં ક્રમે રશિયાનું મોસ્કો છે.

દુનિયાના ઉભરતા ગંતવ્ય સ્થળોની યાદીમાં રશિયાનુ કલિનિનગ્રાદ પહેલા સ્થાન પર છે. જ્યારે અલ્બાનિયાનું સારાંડે બીજા અને લેબનાનનું બેરુત ત્રીજા સ્થાન પર છે. જ્યારે આ યાદીમાં છેલ્લે અને 25માં સ્થાન પર આગરા છે. આ વિશે કંપનીના ભારતીય ઓપરેશન મેનેજર નિખિલ ગંજૂના જણાવ્યા પ્રમાણે, ભાભારતીય સ્થળો જ્યારે દુનિયાભરના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બને તે ગૌરવની બાબત છે.