13, મે 2021
1089 |
મુંબઇ
ભારતીય ક્રિકેટના કેપ્ટન વિરાટ કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ ભારતમાં કોરોના રાહત કામગીરી માટે ભંડોળ એકત્રિત કરવાના અભિયાનમાં જોરદાર રિસ્પોન્સ મળતાં લગભગ ૧૧ કરોડ રૂપિયા ઉભા કર્યા છે. કોહલી અને અનુષ્કાએ બે કરોડ રૂપિયા આપ્યા છે. આ અભિયાનમાંથી એકત્રિત કરવામાં આવેલાં નાણાં કોરોના રાહત કાર્ય માટેના અધિનિયમ ગ્રાન્ટ્સને આપવામાં આવશે. શરૂઆતમાં તેઓએ 'કેટો' અંતર્ગત સાત કરોડ રૂપિયા એકત્રિત કરવાનું લક્ષ્ય રાખ્યું હતું પરંતુ વધુ પૈસા એકત્રિત કરવામાં આવ્યા છે. એમપીએલ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા પાંચ કરોડ રૂપિયા પણ આપવામાં આવ્યા છે.