/
રહાણેને કપ્તાની સોંપી ભારત પરત ફર્યો કોહલી,ટીમને કહ્યું પોતાના પર ભરોસો રાખો

મેલબોર્ન

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી મંગળવારે સવારે પેટરનિટી લીવ પર ઓસ્ટ્રેલિયાથી ભારત આવવા રવાના થયો છે. 4 ટેસ્ટ મેચ સીરિઝની બાકીની 3 ટેસ્ટમાં અજિંક્ય રહાણે કપ્તાની કરશે. ન્યૂઝ એજન્સી અનુસાર વિરાટે રવાના થયા પહેલા ટીમ સાથે મીટિંગ કરી. તેણે ખેલાડીઓને કહ્યું કે, ગઈ મેચને ભૂલીને ફોકસ આગામી મેચો પર કરો અને પોતાના પર ભરોસો કરો. 

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથે કોહલીના પેટરનિટી લીવ પર જવાના નિર્ણયનું સમર્થન કર્યું. તેણે કહ્યું- હું સમજી શકું છે કે તે કઈ પ્રકારની માનસિક સ્થિતિમાં હશે. અમે ઇચ્છીએ છીએ કે તે પ્રથમ બાળકના જન્મ સમયે પોતાની પત્ની અને પરિવાર સાથે રહે. જોકે, અમે સીરિઝમાં કોહલીને મિસ કરીશું. કોહલીએ પ્રથમ ટેસ્ટમાં કુલ 83 રન બનાવ્યા હતા. 

ટીમ ઈન્ડિયાને પ્રથમ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાને પ્રથમ ટેસ્ટમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં લીડ આપ્યા છતાં ઓસ્ટ્રેલિયાએ મેચમાં વાપસી કરીને ભારતને હરાવ્યું. ટીમ ઇન્ડિયા બીજી ઇનિંગ્સમાં 36 રન જ બનાવી શકી. આ પછી ટીમ ઈન્ડિયાની ભૂતપૂર્વ ખેલાડીઓ અને ચાહકો દ્વારા ટીકા કરવામાં આવી હતી.

બીજી મેચ બાદ રોહિત શર્મા ટીમમાં જોડાશે. રોહિત હાલમાં સિડનીમાં ક્વોરન્ટીનમાં છે. બીજી તરફ, ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ પણ સ્પષ્ટતા કરી છે કે રોહિત સિડનીમાં ક્વોરન્ટીન પૂર્ણ કરશે. ટીમ મેનેજમેન્ટ તેમના સંપર્કમાં છે. તેઓ બાયો-સુરક્ષિત વાતાવરણમાં છે અને સુરક્ષિત છે. સિડનીમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution