નવી દિલ્હી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા જાહેર કરવામાં આવેલા બેટિંગ રેન્કિંગમાં ભારતીય ખેલાડી લોકેશ રાહુલે ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એક સ્થાન આગળ વધીને સાતમા ક્રમે આવ્યા છે. રેન્કિંગમાં બેટિંગ, બોલિંગ અને ઓલરાઉન્ડ પ્રદર્શનની વાત કરીએ તો માત્ર રાહુલ અને કોહલીએ ભારત તરફથી ટોપ 10 માં સ્થાન મેળવ્યું છે. બોલરોની યાદીમાં જસપ્રિત બુમરાહ 19 માં ક્રમે છે.

રાહુલ 816 પોઇન્ટ સાથે ડેવિડ મલાન (915) અને બાબર આઝમ (820)થી પાછળ છે જ્યારે કોહલીના 697 પોઇન્ટ છે. કોહલી ક્રિકેટના ત્રણેય ફોરમેટમાં ટોચના 10 રેન્કિંગમાં છે, તે વનડે બેટિંગ રેન્કિંગમાં ટોપ પર છે અને તે ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં બીજા ક્રમે છે.