કુંવરજી બાવળિયાએ આપ્યુ નો રિપિટ થિયરીને સમર્થન, કોઈ પણ પ્રકારના દેખાવા કે વિરોધ કરવો નહીં
16, સપ્ટેમ્બર 2021 792   |  

અમદાવાદ-

કુંવરજી બાવળિયાનો એક વીડીયો સામે આવ્યો છે. જેમા તે સમગ્ર રાજ્યના નેતાઓએ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને અને સમાજના આગેવાનોને વિંનતી કરી છે કે પક્ષે જે નો રિપિટ થિયરી અપનાવી છે તેને સહકાર આપવો, કોઈ પણ પ્રકારના દેખાવા કે વિરોધ કરવો નહીં. 

ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં કુલ 27 મંત્રીઓ હશે. જેમાંથી અત્યાર સુધી 23 મંત્રીઓના નામની જાહેરાત થઈ ગઈ છે. આ નવી કેબિનેટમાં રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણી હુકમનો એક્કો સાબિત થશે. કોળી સમાજ પર પ્રભુત્વ ધરાવતા કુંવરજી બાવળિયા પાસેથી પણ મંત્રી પદ છીનવાયુ છે. કોળી સમાજમાંથી ત્રણ નવા ચહેરાની પસંદગી કરાઈ છે. જેમાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, કેશોદના ધારાસભ્ય દેવા માલમ અને મહુવાના ધારાસભ્ય આર.સી. મકવાણાનો સમાવેશ કરાયો છે. આવામાં મંત્રી પદ છીનવાતા કુંવરજી બાવળિયાનું મોટુ નિવેદન સામે આવ્યું છે. રાજકોટ પૂર્વ મંત્રી કુવરજી બાવળિયાએ નવા મંત્રીમંડળ વિશે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય નેતાગીરીએ જે નિર્ણય કર્યો તે શિરોમાન્ય છે. અમે ફરીથી અમારા વિસ્તારમાં અમે કામે લાગી જઈશું. પક્ષના 'નો રિપીટ થિયરી'ને અમે આવકારી રહ્યા છીએ. નો રિપીટની થિયરી તમામ લોકોએ સ્વીકારવી જોઈએ. તેથી સૌરાષ્ટ્ર કોઈએ વિરોધ કરવો નહિ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution