‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’શોમાં ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહે સીરિયલ છોડી
28, જુલાઈ 2024 891   |  

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવીની દુનિયામાં સૌથી લાંબો ચાલનારો ટીવી શો છે. આ શોને દર્શકો ખુબ પસંદ કરે છે. આ શો ૨૦૦૮માં શરૂ થયો હતો. ત્યારથી તે સબ ટીવી પર આવે છે. પરંતુ શોના ઘણા પાત્રો અત્યાર સુધી અલવિદા કહી ચૂક્યા છે. હવે શોમાં વધુ એક લોકપ્રિય પાત્રએ ૧૬ વર્ષ બાદ આ સીરિયલ છોડવાનો ર્નિણય કર્યો છે. શોમાં ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહે ૧૬ વર્ષ બાદ આ સીરિયલ છોડી છે.

કુશ શાહે શો માટે આભાર માન્યો છે. તેણે એક વીડિયો મેસેજમાં કહ્યું- જ્યારે આ શો શરૂ થયો ત્યારે હું ખુબ યંગ હતો. તમે મને ખુબ પ્રેમ આપ્યો છે અને આ પરિવારે મને એટલો પ્રેમ આપ્યો છે જેટલો તમે. મેં અહીં ઘણી યાદો બનાવી છે અને મારો સયમ એન્જાેય કર્યો છે. મેં આ શો પર મારૂ બાળપણ પસાર કર્યું છે અને મિસ્ટર અસિત મોદીનો આ જર્ની માટે આભાર માનું છે. તેમના વિશ્વાસે મને ગોલીમાં ટ્રાન્સફોર્મ કર્યો.

વીડિયો મેસેજમાં કુશ શાહે પોતાની ૧૬ વર્ષની યાત્રાને ફોટો અને તસવીરો સાથે યાદ કરી છે. વીડિયો મેસેજમાં કુશ શાહે કહ્યું- તમારો ગોલી તેવો જ રહેશે. તે ખુશી, તે હંસી, તે મસ્તિ, તારકમાં એક અભિનેતા બદલાય શકે છે, પરંતુ પાત્ર નહીં. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની સ્ટોરીલાઇનની વાત કરીએ તો આ સમયે શોમાં જાેવા મળશે કે હાથી પરિવાર નક્કી કરે છે કે રવિવારનો નાસ્તો તેના તરફથી હશે. તે બધાને બનારસી નાસ્તો કરાવશે, જેમાં કચોરી, રબડી અને જલેબી સામેલ છે. ગોલીને આ બધી વસ્તુ લેવા માટે જાય છે. ગોલી ભીડેનું સ્કૂટર લઈ નાસ્તો લેવા જાય છે. ત્યારબાદ ગોકુલધામવાસીઓને શોક લાગશે. ગોલી સ્કૂટર લઈ ગયો તે રેસ્ટોરન્ટ સુધી પહોંચી શકતો નથી અને સખારામની શોધ શરૂ થાય છે. આ વચ્ચે રસ્તાની સાઇડમાં સખારામના ટૂકડા મળે છે. આ વાતથી બધાની ચિંતા વધી જશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution