ભુજ,
ગતમાસથી એકાએક વાગડ ફોલ્ટ સક્રિય બની હોઈ આ વિસ્તારમાં કંપનોનું પ્રમાણ એકાએક ઉચકાયું છે. સતત અનુભવાઈ રહેલા આંચકાઓના લીધે લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે ગત સાંજે ભચાઉ નજીક કેન્દ્રબિંદુ ધરાવતો રીકટર સ્કેલ પર ૩.૪ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી કચેરી ગાંધીનગરથી પ્રાપ્ત થયેલ વિગતો મુજબ ભચાઉથી ર૮ કિ.મી. દુર ભુર્ગભમાં ૧૯ કિ.મી. ઉંડાઈએ કેન્દ્રબિંદુ ધરાવતો રીકટર સ્કેલ પર ૩.૪ની તીવ્રતાનું કંપન ગત સાંજે ૭ઃર૪ કલાકે અનુભવાયું હતું. તો આજે પરોઢે ૩ઃ૪૬ કલાકે દુધઈ નજીક ૧.૪ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
Loading ...