ફ્રાન્સ :તાજેતરમાં ફ્રાન્સના કાન્સ શહેરમાં ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતુ , આ ફેસ્ટિવલમાં દેશ-વિદેશથી ખાસ કલાકારોને આમંત્રિત કરવામાં આવતા હોય છે. જેમાં ભારતની બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાંથી પણ દર વર્ષે અનેક હસ્તીઓને ભાગ લેવા આમંત્રિત કરવામાં આવે છે.હાલમાં યોજાયેલ પ્રતિષ્ઠિત વાર્ષિક ફિલ્મ ફેસ્ટીવલ હાલ ફિલ્મ અને ફેશન જગતમાં ચર્ચાનો વિષય છે.જેનું એક માત્ર કારણ સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નો’, હા આ એક શોર્ટ ફિલ્મને હ્લ્ૈંૈં ની ભારતીય વિદ્યાર્થીનીને ગુરુવારે ૭૭માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ શોર્ટ માટે લા સિનેફનું પ્રથમ ઇનામ મળ્યું છે.ચિદાનંદે આ શોર્ટ ફિલ્મ અંગે માહિતી આપતા જણાવ્યું કે તેઓએ ચાર દિવસમાં ફિલ્મ બનાવી છે. વધુમાં કહ્યુ કે “ મને મૂળભૂત રીતે આ ફિલ્મ ન બનાવવા માટે કહેવામાં આવ્યું હતું. “ તે દેશના કર્ણાટક રાજ્યની લોકકથાઓ પર આધારિત છે.આ એવી વાર્તાઓ છે જેની સાથે અમે મોટા થયા છીએ, તેથી હું બાળપણથી જ આ વિચારને લઈને મોટો થયો .”કન્નડ ભાષાની આ ફિલ્મની વાર્તા એક લોકકથા પર આધારિત છે. ફિલ્મમાં એક વૃદ્ધ મહિલાની મરઘીની ચોરીને કારણે તેનું ગામ કાયમ માટે અંધકારમાં ડૂબી જાય છે. આ ફિલ્મને એવોર્ડની જાહેરાત ગુરુવારે કરવામાં આવી હતી. જ્યુરીમાં કુલ પાંચ સભ્યો હતા અને બેલ્જિયમ અભિનેત્રી લુબના અજાબલે જ્યુરીની અધ્યક્ષતા કરી હતી.ફિલ્મ ડાયરેક્ટર ચિદાનંદ એસ નાઈકેએ સ્મ્મ્જીની ડિગ્રી પૂર્ણ કર્યા પછી થોડો સમય મેડિકલ પ્રેક્ટિસ કરી હતી ત્યાર બાદ તેઓ ફિલ્મ નિર્માણ તરફ વળ્યા હતા. નાઈકે કહ્યું, “જ્યારે મેં આ પગલું ભર્યું ત્યારે મારા માતા-પિતા મારાથી ખૂબ નારાજ હતા. પરંતુ હવે પાંચ વર્ષ પછી હું તેમના સમર્થનથી અહીં છું.”ફિલ્મનું નામ હતું ‘ભૂલ ચૂક ટૂલ્સ’.
Loading ...