બ્રેડ પિટ સાથે લેડી ગાગા એક સસ્પેન્સ થ્રિલરમાં ચમકશે

લોકસત્તા ડેસ્ક 

લેડી ગાગાએ ફરી એક ફિલ્મ મેળવી છે. ૩૪ વર્ષની ઓસ્કર એવોર્ડ વિજેતા આગામી એક્શન થ્રિલર બુલેટ ટ્રેનમાં ભૂમિકા ભજવે એવી સંભાવના છે. જો કે આ બાબતે હજી માત્ર વાટાઘાટ ચાલી રહી છે અને અંતિમ નિર્ણય નથી લેવાયો. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા બ્રેડ પિટ ભજવશે. તેની સાથે જો કિંગ, એરોન ટેલર-જોનસન, ઝેઝી બીટ્ઝ અને અન્યો છે. 

ડેવિડ લીચ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ જાપાની નવલકથા મારિયા બીટલ પર આધારીત હોવાનું માનવામાં આવે છે. આ ફિલ્મ પાંચ હત્યારાઓ વિશે છે જેઓ ટોકિયોની એક ટ્રેનમાં રહસ્યમય સંજોગોમાં ભેગા થાય છે. આ ફિલ્મમાં ગાગાની ભૂમિકા વિશે વધુ જાણકારી નથી પણ આ ભૂમિકા નાની અને મહત્વની હશે. આ પોપ સ્ટારે ૨૦૧૮માં એ સ્ટાર ઈઝ બોર્નમાં કરેલી મુખ્ય ભૂમિકા માટે ઓસ્કરનું નોમિનેશન મેળવ્યું હતું. ૨૦૧૫ની અમેરિકન હોરર સ્ટોરી: હોટલ માટે પણ ગાગાને ગોલ્ડન ગ્લોબ મળ્યો હતો.

લેડી ગાગા રિડલી સ્કોટ દ્વારા દિગ્દર્શિત આગામી ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મમાં તેણે પેટ્રિઝિયા રેગિયાનીની ભૂમિકા ભજવી છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution