કાઠમાંડૂ-
નેપાળના સિંધુપાલચોકમાં ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. જેમાં 18 લોકોના મોત થયા છે. પ્રભાવિત વિસ્તારમાં શોધખોળ અને બચાવ કાર્ય શરૂ છે. જિલ્લાની જુગલ ગ્રામીણ નગરપાલિકા વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે 37 ઘરોને પણ નુકસાન થયું છે.
મળતી માહિતી મુજબ જિલ્લા પોલીસ કાર્યાલય સિંધુપાલચોકના પોલીસ અધિક્ષક પ્રજવોલ મહારજને જણાવ્યું કે, મૃત્યુ પામેલા 18 લોકોમાંથી 11 બાળકો, 4 મહિલાઓ અને 3 પુરુષનો સમાવેશ થાય છે.સ્થાનિય પ્રશાસન દ્વારા પ્રભાવિત થયેલા લોકોને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.મહારાજને કહ્યું કે, ‘ઘટનામાં એક બાજુના પહાડમાં પણ નુકસાન જોવા મળી રહ્યું છે. જેના પર 25 ઘર સ્થિત છે.’ તેમણે વધુમાં કહ્યું કે, એક અન્ય ભૂસ્ખલની ઘટનાનું જોખમ જોવા મળતા ત્યાંના લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા છે અને હાલ તે લોકો ટેન્ટમાં રહે છે.
Loading ...