વડોદરા ઃ સતત બે દિવસથી વરસાદે વિરામ લેતા બપોર દરમ્યાન તડકો જાેવા મળ્યો હતો. જેથી મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. પરતું રાત્રી દરમ્યાન ધોધમાર વરસાદ વરસતા સમગ્ર શહેરમાં ઠંડકનો માહોલ અનુભવાયો હતો. સતત બે દિવસથી વરસાદના વિરામ બાદ હવામાનની આગાહી અનુસાર રાત્રી દરમ્યાન ધોધમાર વરસાદ વરસતા સમગ્ર શહેરમાં ઠંડકનો માહોલ અનુભવા મળ્યો હતો.