હાલોલ- વડોદરા રોડ પર LCBએ જરોદ પાસેથી વેદેશી દારુ ભરેલ ટેમ્પો પકડ્યો
19, ઓક્ટોબર 2021 396   |  

વાઘોડિયા

વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે એકવાર ફરી વિદેશી દારુની હેરાફેરી કરતો ડાલુ ટેમ્પો પેટ્રોલીંગ દરમ્યાન જરોદ રેફરલ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે. હાલોલ - વડોદરા રોડપર જરોદ પાસે આવેલ રેફરલ ચોકડી નજીક વે વેઈટ હોટલ પાસેથી વડોદરા ગ્રામ્ય LCBને બાતમી મડી હતી કે હાલોલ તરફથી વડોદરા બાજુ એક ક્રીમ કલરને ડાલુ ટેમ્પો વિદેશી દારુ ભરી આવી રહ્યો છે.જેથી LCBના મહેન્દ્ર સિંહ, કનુભાઈ, રવિભાઈ અને મેહુલ સિંહે વોચ ગોઠવી હતી. ડાલુને આવતા તેને રોકવાની કોશીષ કરી હતી.પરંતુ ડાલુ ચાલકે પુરપાટ ઝડપે હંકારતા પોલીસે ફિલ્મીઢબે પીછો કરી ડાલુ ટેમ્પાને હોટલ વે વેઈટ પાસે કોર્ડન કરી પકડી પાડ્યો હતો.

ડાલુમા બેસેલ એક ઈસમ ડાલુનો દરવાજો ખોલી ભાગી ગયો હતો. જ્યારે બીજો ઈસમ પોલીસના હાથે જડપાઈ ગયો હતો.ડાલુ ટેમ્પાની પાછળની બાજુ બોડીનીચે ચોરખાનુ બનાવેલુ હતુ જેમા વિવિઘ બ્રાન્ડના વિદેશી દારુ ભરેલી બોટલ નંગ ૨૪૦ જેની કિંમત ૩,૯૩,૩૬૦/- તથા ડાલુ ટેમ્પાની કિંમત એક લાખ સાથે મોબાઈલની કિંમત એક હજાર તથા આરોપીની અંગજડીથી મડેલ ૫૪પ૬૦/- તથા પ્લાસ્ટીક કેરેટ કિંમત ૨૦૦ રૂપીયા કુલ મડી ૫,૪૯,૧૨૦/- રૂપિયાનો કુલ મુદ્દામાલ જડપી પાડ્યો હતો.પકડાયેલ આરોપી સંજય જેન્તીલાલ મોદી જહાંગીરપુરા ટીવાણી એપાર્ટમેન્ટ ૩૦૪ ઓલ પાડ રોડ સુરત પોલીસના હાથે જડપાઈ ગયો હતો, જયારે લક્ષ્મણસિંહ રામસિંહ રાજપુત વરાછા ઈશ્વરનગર, સુરત મુળ રાજસ્થાનનો પોલીસને જોતા ઘટના સ્થળેથી ફરાર થયો હતો.LCBએ વિના પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે પ્રતિબંઘીત વિદેશી દારુની હેરાફેરી કરવા બદલ ગુન્હોં નોંઘી વઘુ તપાસ હાથ ઘરી છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution