નવી દિલ્હી

અશ્વગંધા એક જડીબૂટી છે જેમાં એન્ટી-બેક્ટિરીયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત કરવા અને સોજો ઓછો કરવામાં મદદ કરે છે. આ સાથે જ આ ઓબેસિટીથી પરેશાન લોકો માટે પણ ફાયદાકારક હોય છે. જે લોકો પોતાનું વજન ઓછુ કરવા ઇચ્છે છે તેના માટે આ કેવી રીતે અસરકારક છે તે વિશે જાણો..

અશ્વગંધા શું છે?

આ એક નાનકડી જડીબૂટ્ટી છે જે મોટાભાગે ભારત, આફ્રીકા અને મધ્ય પૂર્વમાં ઉગે છે. અશ્વગંધાનો ઉપયોગ મોટાભાગે તણાવ અને કેટલાય અન્ય મેડિકલ કન્ડીશન્સ જેવી કે ચિંતા, અનિન્દ્રા, સંધિવા, ડિપ્રેશન વગેરેથી રાહત મેળવવા માટે કરવામાં આવે છે. તેમાં કેટલાય ઔષધીય ગુણ છે અને શરીરમાંથી વધારાના વજનથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરતા લોકો માટે ઉત્તમ છે.

એન્ટી-ઑક્સિડેન્ટથી ભરપૂર :

અશ્વગંધા એન્ટી-ઑક્સિડેન્ટનો ખજાનો છે.. આ કારણથી આ ઑક્સીડેટિવ તણાવને ઘટાડવામાં મદદ કરે છે. આ મેટાબૉલિઝ્મને વધારીને શરીરમાં જમા થયેલ વધારાની ચરબીને ઓગાળવામાં પણ મદદરૂપ થાય છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

મસલ્સ માસ બનાવે છે :

મસલ્સ માસ માંસપેશીઓનું નિર્માણ શરીરને મજબૂત બનાવનાર પણ કહી શકાય છે. તેનાથી ન માત્ર વજન ઓછુ કરવામાં મદદ મળે છે પરંતુ તેના કેટલાય અન્ય હેલ્થ બેનેફિટ્સ પણ હોય છે જેવું કે બ્લડ પ્રેશર ઠીક રાખવું અને બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવું અને કોલેસ્ટ્રોલનું લેવલ મેનેજ કરવું.

ઈમ્યૂનિટીને વધારે છે :

તંદુરસ્ત ઈમ્યૂન સિસ્ટમ શરીરની રક્ષા કરવાની સાથે જ બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે. અશ્વગંધા ઈમ્યૂનિટીને વધારે છે અને અસરકારક રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે.

સ્ટ્રેસ મેનેજમેન્ટ કરે છે :

તણાવ વજન વધારવુ અને કેટલાય અન્ય સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓને જન્મ આપી શકે છે અને ઘણીવાર તમને ઓવરઈટિંગ માટે મજબૂર કરી શકે છે. અશ્વગંધા તણાવને ઘટાડે છે, અને આ રીતે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

ઊંઘ માટે પ્રેરણા આપે છે :

ઊંઘ યોગ્ય રીતે ન આવવા પર પણ વજન વધી શકે છે અને તમે આખો દિવસ થાક અને અનિન્દ્રાનો અનુભવ કરી શકો છો. અશ્વગંધામાં શાંતિ આપનાર ગુણ હોય છે જે ઊંઘને પ્રેરિત કરે છે જે અડચણ વગર એક સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.