વડોદરા : વડોદરા કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ કાઉન્સિલર ઉપરાંત પૂર્વ વિપક્ષી નેતા ચિરાગ ઝવેરીને ભાજપમાં લેવાની વાતથી માંજલપુર વિસ્તારના ભાજપના કાર્યકરોમાં ભડકો થવા પામ્યો છે. તેમજ આ પ્રવેશની હવા માત્રથી ઉશ્કેરાયેલા કાર્યકરો દ્વારા પક્ષના શહેર અધ્યક્ષ ડો.વિજય શાહનો ઘેરાવો કરીને પૂર્વ કાઉન્સિલરની આગેવાનીમાં કાર્યકાઓએ શિસ્તના ધજાગરા ઉડાડીને પૂર્વ કાઉન્સિલર કલ્પેશ પટેલ ઉર્ફે જયરણછોડની આગેવાનીમાં માંજલપુરના પીઢ કોંગી કાઉન્સિલર ચિરાગ ઝવેરીનો ભાજપમાં પક્ષ પ્રવેશ અટકાવવાની માગ કરી હતી. તેમજ આને માટેની ખાતરી માગતા એક તબક્કે પક્ષના અધ્યક્ષ પણ મુંઝવણમાં મુકાઈ ગયા હતા. જાે કે શહેર પ્રમુખે આખરે બાજી સાંભળીને સૌને ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહયા હતા. પરંતુ આ વાત સોશ્યલ મીડિયા થકી દક્ષિણ વિસ્તારમાં પ્રસરી જતા ભારે હલચલ મચી જવા પામી હતી. વાસ્તવમાં આને લઈને પૂર્વ કોંગી કાઉન્સિલર ચિરાગ ઝવેરીના ફોન સતત રણકતા રહેતા તેઓ એનાથી વાજ આવી ગયા હતા. તેમજ પોતાની સાથેના કાર્યકરના હાથમાં ફોન પકડાવી દીધો હતો.  

મોડી સાંજે ચિરાગ ઝવેરીએ કોંગ્રેસની બેઠકમાં હાજરી આપી

રાજ્યના ચૂંટણી પંચ દ્વારા મહાનગર પાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતો તથા નગર પાલિકાઓની ચૂંટણીઓની જાહેરાત થતા પ્રત્યેક રાજકીય પક્ષ દ્વારા સ્થાનિક કક્ષાએ તત્કાળ રણનીતિ અંગેની મિટિંગો બોલાવવામાં આવી હતી. આવી જ એક મિટિંગ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અગ્રણી નેતાઓની હાજરીમાં યોજવામાં આવી હતી. જેમાં આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણીઓ બાબતની રણનીતિ અને અન્ય બાબતોની ચર્ચા રખાઈ હતી. આ મિટિંગમાં કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ચિરાગ ઝવેરી હાજર રહેતા તેઓ ભાજપમાં જાેડાનાર છે. એ બાબતનું ખાનદાન તેઓએ પોતેજ હાજર રહીને કર્યું હતું. તેઓની હાજરીને લઈને એમને માટે કોંગ્રેસમાં પણ ઉભી થયેલી ચર્ચાઓનો આપો આપ અંત આવ્યો હતો.