ગાંધીનગર-

વિધાનસભામાં ચોમાસા સત્ર દરમિયાન પાંચ દિવસમાં કુલ 20 જેટલા બિલો પસાર કરવામાં આવ્યાં છે. બિલની જો વાત કરવામાં આવે તો દિલને ચર્ચા દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા સરકાર પર અનેક આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. જેમાં મહત્વના બિલની જો વાત કરીએ તો જમીન સુધારણા વિધેયક, ગુંડા એક્ટ, ભાષા એક્ટમાં સુધારો, ગણોત સુધારો તથા કામધેનુ યુનિવર્સિટી જેવા બિલ પર વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. જ્યારે સરકારને અમુક સૂચનો પણ આપ્યાં હતાં. વિધાનસભા ગૃહની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ વોકઆઉટ કરીને સરકારનો વિરોધ પણ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસના કારણે વિધાનસભાગૃહમાં સોશિયલ distanceનું અને માસ્ક પહેરવા ફરજિયાત રાખ્યું હતું આ દરમિયાન પત્રકાર ગેલેરીમાં એક પત્રકાર માસ્ક વગર દેખાતા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકારને પણ ટકોર કરી હતી. જ્યારે ગેલેરી નંબર 4 ખાતે કોંગ્રેસના ધારાસભ્યો કે જે સરકાર પર અનેક પ્રહારો કરી રહ્યાં હતાં. સાથે જ ગેલેરીમાં તેઓ બૂમાબૂમ અને વાતચીતો કરી રહ્યાં હતાં તે દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ગેલેરી નંબર ચારને હોહા ગેલેરીનું નામ આપ્યું હતું ત્યારે તે નામના વિરોધને લઈને કોંગ્રેસના ધારાસભ્યોએ ગાંધી ટોપી પહેરીને ગેલેરી નંબર 4માં હાજર રહ્યાં હતાં અને તેનો પણ વિરોધ કર્યો હતો. આ બાબતની નોંધ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ લીધી હતી.વિધાનસભા ચોમાસુ સત્ર પૂર્ણઃ વિપક્ષના ચાબખા અને વિરોધ તથા સર્વસંમતિથી પાસ થયાં 20 બિલ, કોંગ્રેસે વોકઆઉટ પણ કર્યુંજ્યારે વિધાનસભાના ગૃહમાં બિલ પર થતી ચર્ચામાં સમય જતો હતો ત્યારે સરકાર પક્ષે પક્ષની રજૂઆત કરાતાં ચર્ચા ઓછી કરવામાં આવી હોવાનું પણ વિધાનસભામાં ચર્ચાતું હતું. જ્યારે અંતિમ દિવસે કોંગ્રેસે એપીએમસી એક્ટના વિરોધમાં વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યું ત્યારે ત્રણ જેટલા બિલ વિધાનસભા ગૃહમાં પસાર કરવાના બાકી હતાં. કોંગ્રેસના વોકઆઉટ થતાં જ ગણતરીની મિનિટોમાં જ બાકી રહેલા તમામ બિલોને વિધાનસભાગૃહમાં સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યાં હતાં.આમ વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર અને વિપક્ષેએ એકબીજા ઉપર અનેક આક્ષેપો અને શાબ્દિક પ્રહારો કર્યાં હતાં જ્યારે અંતિમ દિવસના તમામ બિલ પસાર થતાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાગૃહને ચોક્કસ મુદત માટે મુલતવી રાખવાની જાહેરાત કરી છે. હવે વિધાનસભાગૃહ ફેબ્રુઆરી 2021માં બજેટ સત્ર દરમિયાન મળશે.

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 21 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સર્વે દરમિયાન રાજ્ય સરકારે કુલ અલગઅલગ વિભાગના ૨૦થી વધુ બીલો વિધાનસભા ગૃહમાં પસાર કર્યા છે જ્યારે વિધાનસભા ગૃહની કાર્યવાહી દરમિયાન વિપક્ષ દ્વારા પણ સરકારને ચાબખા કટાક્ષ અને આક્ષેપો તથા સરકારના વિરોધ સાથે વોકઆઉટ પણ કર્યું હતું