લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, એપ્રીલ 2026 |
3267
આઇપીએલ ૨૦૨૬નો ઉત્સાહ તેની ચરમસીમા પર પહોંચ્યો છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં ૩૯ મેચ રમાઈ ચૂકી છે.
અત્યાર સુધી રમાયેલી મેચોમાં બેટિંગ કૌશલ્યનો પરિચય જાેવા મળ્યો છે. તદુપરાંત ઘણા રેકોર્ડ તૂટી રહ્યા છે અને નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. જાેકે, સુનીલ ગાવસ્કર આઇપીએલ ૨૦૨૬ થી ખૂબ જ નાખુશ છે. તેમણે આઇપીએલ ૨૦૨૬ના એક પાસા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. સુનીલ ગાવસ્કર માને છે કે કેટલાક નવા નિયમોને કારણે આઇપીએલ મેચ મોડી સમાપ્ત થઈ રહી છે. તેમણે મેદાન પર બિનજરૂરી પ્રવૃત્તિઓ અંગે ચિંતા વ્યક્ત કરી. આ વખતે, ઘણી મેચો ત્રણ કલાકથી વધુ લંબાઈ છે, જ્યારે કેટલીક તો ચાર કલાકથી વધુ ચાલી છે. બીસીસીઆઇ દ્વારા ધીમા ઓવર રેટ માટે દંડ લાદવામાં આવ્યો હોવા છતાં, મેચમાં વિલંબની સમસ્યા યથાવત રહી છે. ગાવસ્કર માને છે કે વિલંબના કારણે દર્શકોની ધીરજને ખુંટી રહી છે. આની ટીકા કરતા તેમણે લખ્યું, રિઝર્વ ખેલાડીઓ મેદાન પર સીમા પાસે ઉભેલા ફિલ્ડરોને પાણીની બોટલો સોંપવા માટે આવતા જાેવાનું ઘણીવાર ચિંતાજનક હોય છે. આને મંજૂરી આપવી જાેઈએ નહીં, કારણ કે તેનો અર્થ એ છે કે રમત દરમિયાન, બોલ વચ્ચેના સમયમાં પણ મેદાન પર ૧૧ થી વધુ ખેલાડીઓ હોય છે.” તેમણે આગળ કહ્યું, સ્ટ્રેટેજિક ટાઇમ-આઉટ દરમિયાન પણ, ઘણીવાર મેદાન પર અડધો ડઝન લોકો હોય છે, જેમાં એવા બેટ્સમેન પણ હોય છે જેઓ હજુ સુધી બેટિંગ કરવા માટે બહાર આવ્યા નથી.” ગાવસ્કરને આશા છે કે બીસીસીઆઇ આ બાબતો પર ધ્યાન આપશે અને રમતને પવિત્ર બનાવશે. તેમણે એમ પણ કહ્યું કે સ્ટ્રેટેજિક ટાઇમ-આઉટનો સમયગાળો ૨ મિનિટથી ઘટાડીને ૧ મિનિટ કરી શકાય છે.