અમદાવાદ-

અમદાવાદમા વર્ષ 2020 મા યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો હાઇકોર્ટમા પહોંચ્યો છે. વૉર્ડ નંબર 19ના અપક્ષ ઉમેદવાર નિલેશ મિસ્ટ્રી એ હાઇકોર્ટમા અરજી કરી છે કે મારી સામે ઉભેલા 8 ઉમેદવાર કોંગ્રેસ અને ભાજપના એ ઉમેદવારી ફોર્મમા માહિતી ખોટી આપી અને ઉમેદવારી નોંધાઇ છે. હાઇકોર્ટએ ચૂંટણી પંચ ને આદેશ કર્યો છે કે 8 અઠવાડિયામાં આ મામલે જવાબ રજૂ કરે.

અમદાવાદ ના બોડકદેવ વોર્ડ નંબર 19 ના 8 ઉમેદવારો એ ફોર્મ માં સાચી વિગતો ના દર્શાવી હોવાના આક્ષેપ સાથે ગુજરાત હાઇકોર્ટે માં અરજી કરી હતી કે બોડકદેવ વોર્ડ 19 ના ભાજપ કોંગ્રેસ ના ઉમેદવારો એ ચૂંટણી ફોર્મ માં ખોટી માહિતી દર્શાવી અને ઉમેદવારી ફોર્મ ભર્યા છે. અપક્ષ ઉમેદવાર સામે 4 કોંગ્રેસ અને 4 ભાજપના ઉમેદવાર હતા હતા જેમાં આ તમામ સામેં હાઇકોર્ટમા અરજી કરવામાં આવી છે. ખોટી રીતે માહિતી આપી અને ચૂંટણી લડયા છે. ત્યારે હાઇકોર્ટએ ચૂંટણી આયોગને આદેશ કર્યો છે કે 8 સપ્તાહ માં કાયદા મુજબ નિર્ણય લે.

ત્યારે આજે અરજદારે ગુજરાત હાઇકોર્ટેમાં કહ્યું હતું કે આ મુદ્દે રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ અમે અરજી પણ કરી પરંતુ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો ઇલેક્શન એકટ મુજબ ઉમેદવારી ફોર્મ માં સાચી વિગતો ના દર્શાવતા ઉમેદવારો સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેનું પાલન કરાવો તેવું પણ આજે અરજદાર એ કોર્ટમાં કહ્યું હતું. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોમાં જોઈએ તો

1) કાંતિભાઇ પટેલ...ભાજપ

2) દીપ્તિબેન અમરકોટિયા....ભાજપ

3) દેવાંગ દાની...ભાજપ

4) વાસંતી પટેલ...ભાજપ

5) ચેતનાબેન..કોંગ્રેસ

6) જાનકી પટેલ...કોંગ્રેસ

7) નિમેશ શાહ..કોંગ્રેસ

8) વિરમભાઈ રબારી કોંગ્રેસ

જોકે હાઇકોર્ટ ઘ્વારા હાલમાં ચૂંટણી આયોગને જવાબ રજૂ કરવા માટે કહ્યું છે. જેને લઈને હવે ચૂંટણી અયોગ રિટનીગ ઓફિસર રિટા બેન પટેલ અને આ 8 ઉમેદવારો સામે નોટિસ ઇસ્યુ કરી શકે છે. અને જવાબ માંગી શકે છે જો ચૂંટણી અયોગમાં આ લોકો કસૂરવાર સાબિત થાય કે તેમને માહિતી ખોટી આપી છે તો તેમનુ કાઉન્સિલરનું પદ પણ છીનવાઈ શકે છે અને કાયદાકીય સજા પણ થઈ શકે છે