/
ફિલિપાઈન્સની રાજધાનીમાં ફરી લોકડાઉન, આવશ્યક દુકાનો સિવાય તમામ વ્યવસાય બંધ

ફિલીપાઈન્સ તા.31

ફિલિપાઈન્સ ડેલ્ટા સંક્રમણનું પ્રમાણ વધતાં 6 ઓગષ્ટથી 20 ઓગષ્ટ સુધી રાજધાની વિસ્તારમાં સખત લોકડાઉન લાગુ કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે. જેનાં પગલે શેરોમાં 6 મહિનામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. આ બાબતે સરકાર દ્વારા અપાયેલાં સૂચનો મુજબ માત્ર આવશ્યક દુકાનો સિવાય તમામ વ્યવસાય બંધ રહેશે, રેસ્ટોરાં માત્ર હોમડીલીવરી માટે ખુલ્લા રહેશે. ડેલ્ટા વેરિયંટનું સંક્રમણ અટકાવવા આ જરૂરી છે તેમ જણાવી સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે હોસ્પીટલોમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે ત્યારે વધુ મુશ્કેલ પરીસ્થિતિ પેદા ન થાય તે માટે આગોતરા આયોજનનાં ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પાછળ જીવલેણ રોગ સામે લોકોને સુરક્ષિત કરવાનો મુખ્ય હેતુ છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution