નડિયાદ : સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત આજે નડિયાદ ખાતે વિધાનસભાના દંડક પંકજભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને પ્રથમ બે પગલાં પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને બીજું પગલું કિસાન પરિવહન યોજનાનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ દેવુંસિંહ ચૌહાણ અને જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ અતિથિ વિશેષપદે ઉપસ્થિત રહ્યાં હતાં. નડિયાદ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં દંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, આ સરકાર ખેડૂતો, ગરીબો, પીડિતો, મહિલાઓ, બાળકો અને જરૂરીયાતમંદ નાગરિકોની સરકાર છે. સરકાર તમામ તબકકે જેને જે સહાયની જરૂર હશે તેની તકેદારી રાખી નાગરિકોને સ્વંમાનભેર જીવન જીવવા મદદ માટે તત્પર છે. તેઓએ ખેડૂતોની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યુંં હતું કે, સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત ખેડૂતોને જરૂરી તમામ સાધન સહાયને આવરી લીધી છે અને તે અંગેની કામગીરી પણ શરૂ કરી દીધી છે. જિલ્લા કલેકટર આઇ.કે.પટેલએ આ પ્રસંગે ખેડૂતોને મળતાં વિવિધ લાભોની વિસ્તૃત જાણકારી આપી જણાવ્‍યું હતું કે, ખેડૂતોને અનેક પ્રકારની યોજનાઓનો લાભ મળી રહ્યો છે. ત્યારે ખેડા જિલ્લાના ખેડૂત મિત્રો આ વખતે મબલખ પાકનું ઉત્પાદન કરશે તેવી આશા છે.