09, ઓગ્સ્ટ 2025
વડોદરા |
1980 |
૧૩ વર્ષમાં ૪૦ લાખ રૂપિયા હાર્યા
અમદાવાદમાં મેઘાણીનગરમાં નર્સીંગ કોલેજના વાઇસ પ્રિન્સીપાલ રમી ગેમમાં રૂા.૪૦ લાખ હારી જતાં તેમણે છાત્રોની ફીના ૮ લાખ રૂપિયાની ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસ સૂત્રો મુજબ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની નર્સિંગ કોલેજના વાઈસ પ્રિન્સિપાલ સુચી રાયે દેવું વધી જતાં બુરખો પહેરી વિદ્યાર્થીઓની ફીના 8 લાખ રૂપિયાની ચોરી કરી હતી. જેમાં રમી ગેમમાં પૈસા હારી જતાં ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો, ત્યારે સુચી રાય રમી ગેમમાં અંદાજે છેલ્લા 13 વર્ષમાં 90 લાખ રૂપિયાની હાર-જીત કરી ચુકી છે. તેમાંથી 40 લાખ રૂપિયા તેણી હારી ગઈ હોવાનો પોલીસ તપાસમાં પર્દાફાશ થયો છે.પોલીસે વાઈસ પ્રિન્સિપાલ સુચી રાયની ધરપકડ કરી મેઘાણીનગર વિસ્તારના કલાપીનગર છેલ્લાં બસ સ્ટેન્ડ પાસે આવેલા શુભમ મલ્ટીસ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટર-નર્સિંગ કોલેજમાંથી 8,42,164 રૂપિયાની ચોરી કેસે ચકચાર જગાવી મુકી હતી. આ કેસની તપાસ ઝોન-4ના નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ તથા મેઘાણીનગર પોલીસ મથકના ઇન્ચાર્જ અને શાહીબાગ પોલીસ મથકના PI જે.ડી. ઝાલાના માર્ગદર્શન તથા સીધી દેખરેખ હેઠળ મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ ડિમ્પલ પટેલે તપાસ હાથ ધરી 24 કલાકમાં જ સીસીટીવી અને ડોગની મદદથી ગનાનો ભેદ ઉકેલી સરકારી કોલેજના જ વાઈસ પ્રિન્સીપાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.