લવ જેહાદ: વિધર્મી યુવકે સગીરાને લગ્નની લાલચ આપી અનેકવાર આચર્યું દુષ્કર્મ
09, જુન 2021

વડોદરા

શહેરમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. છાણી વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને ૨૦ વર્ષના વિધર્મી યુવકે અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત તે કિશોરીનું અપહરણ કરીને પોતાના વતન બિહાર લઇ ગયો હતો. પોલીસે આ અંગેનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.

શહેરની રણોલી ચોકડી પાસે સુપ્રીમ ઓટો પાટ્‌ર્સ પાછળ રહેતા અમાનતતુલ્લાહ ઉર્ફે રાજા મનસુરઆલમ નામના યુવકે ત્યાંથી પસાર થતી સગીરાનો પીછો કરી વાતોમાં ફસાવી હતી. આ સગીરા માત્ર ૧૫ વર્ષની છે અને ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. સગીરાએ વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે,અમાનતતુલ્લાહએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્રણ મહિના પહેલા તેણે લગ્ન કરવાની લાલચ આપીને અલગ અલગ રૂમમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું હતું.

અમાતુલ્લાહ ૨૦ વર્ષનો છે અને તે મૂળ બિહારના દરભંગાનો છે. થોડા સમયથી તે રણોલી વિસ્તારમાં મિકેનિકનો વ્યવસાય કરતો હતો. ત્યાં જ તેણે સગીરાને જાેઇ હતી જે બાદ તેને વાતોમાં ફસાવી હતી. ગઇ તા.૨જી જૂને સાંજે તેણે પીડિતાનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તે બે દિવસે દરભંગા ખાતેના વતનમાં પહોંચ્યો હતો. અમાતુલ્લાહ સગીરાને લઇને ઘેર પહોંચ્યો કે તેના ભાઇએ તત્કાળ તેને ફ્લાઇટમાં બેસાડી પરત મોકલ્યા હતા. વડોદરા આવતાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો.કિશોરી ગુમ થતા પરિવારે છાણી પોલીસની મદદ માગી હતી. જેથી પરિવાર પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે બિહારના દરભંગામાં રહેતા અમાનતુલ્લાહના પરિવારને ફોન કર્યો હતો, પણ તે સગીરાને લઇ ઘેર પહોંચ્યો ન હતો. જેથી પોલીસે પરિવારને કહ્યું હતું કે, તે ઘેર આવે તો તત્કાળ વડોદરા મોકલવા. અમાનતુલ્લાહ સગીરાને લઇને ઘેર પહોંચ્યો કે તેના ભાઇએ તેને સહકાર આપ્યો ન હતો અને ફ્લાઇટમાં બેસાડી પરત મોકલ્યા હતા. વડોદરા આવતાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution