ગાંધીનગર-

મહિલા ઉમેદવારોનો એલ.આર.ડી બાબતે પ્રશ્ન પૂર્ણ થયો છે, ત્યારે હવે ફરીથી પુરુષોનો આલ.આર.ડી બાબતનો પ્રશ્ન હવે સામે આવ્યો છે, છેલ્લા અગિયાર માસથી એલ.આર.ડી.ની સંખ્યામાં વધારાની માંગ સાથે એલ.આર.ડી. ઉમેદવારોએ ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં વિરોધ કર્યો હતો, જેમાં પોલીસે પણ વિરોધની જાણ હતી નહી અને પોલીસ ઘટના સ્થળે આવતા યુવાનો તથા પોલીસ વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા મહિલા ઉમેદવારોની સંખ્યામાં વધારો થતા પુરુષ ઉમેદવારોએ પણ સંખ્યામાં વધારો કરવાની માંગ કરાઈ હતી, છેલ્લા અગિયાર મહિનાથી પુરુષ ઉમેદવારો સતત આંદોલન કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈપણ પ્રકારનો સરકાર તરફથી વળતો જવાબ ન મળતા સોમવારના રોજ અચાનક જ ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આંદોલન કરવામાં આવ્યું હતું. મહત્વની જો વાત કરવામાં આવે તો આઇબી અને પોલીસને પણ આ વાતની સુધ્ધા જાણ ન હતી.

200થી વધારે ઉમેદવારો સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ભેગા થયા હતા આ સાથે જ રાજ્ય સરકારના પણ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક પોલીસ આવી ગઈ હતી અને આંદોલનને વેરવિખેર કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ જો વાત કરવામાં આવે તો પોલીસ સ્ટાફ આવતાની સાથે જ તમામ ઉમેદવારો એક થયા હતા, જેમાંથી પોલીસે અમુક આગેવાનોને તરફ અટકાયત કરવાની શરૂ કરી તે દરમિયાન અન્ય આંદોલનકારીઓએ આગેવાનોને બચાવવા માટે પોતે પણ પોલીસ સાથેના જ ક્ષણમાં પડ્યા હતા, આ સાથે જ આ સમગ્ર ઘટનામાં પોલીસ અને આંદોલનકારીઓ સામે પણ આવી ગયા હતા, પરંતુ અંતે ટીંગાટોળી કરીને તમામ લોકોની અટકાયત પોલીસે કરી છે.