મુંબઈ-

2021ના ચોથા શુક્રવારે 22 જાન્યુઆરીએ રિચા ચઢ્ઢાની ફિલ્મ 'મેડમ ચીફ મિનિસ્ટર' સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ઉત્તર પ્રદેશની રાજકીય પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મનું નિર્દેશન સુભાષ કપૂરે કર્યુંવ છે, જે આની પહેલા જૉલી એલએલબી જેવી ફિલ્મ સીરીઝ બનાવી ચૂક્યા છે. જૉલી એલએલબી 2માં અક્ષય કુમારે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં સૌરભ શુક્લા અને માનવ કૌલ જેવા કલાકારો રિચા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી રહ્યા છે.

મેડમ ચીફ મિનિસ્ટર તેના એક પોસ્ટરને લઈને વિવાદમાં પણ રહી હતી. રિચા વિરૂદ્ધ હરિયાણામાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. જોકે અભિનય માટે લોકો રિચાના ઘણા વખાણ કરી રહ્યા છે. મસાનમાં રિચા સાથે કામ કરનાર વિકી કૌશલ, ગુલશન દેવૈયા અને કપિલ શર્માએ ફિલ્મમાં અભિનય માટે રિચાની પ્રશંસા કરી છે. મેડમ ચીફ મિનિસ્ટર જાન્યુઆરીમાં થિયેટરોમાં રિલીઝ થનારી બીજી ફિલ્મ છે. આ પહેલા પહેલી જાન્યુઆરીએ 'રામપ્રસાદ કી તેરહવીં' ફિલ્મ આવી હતી, જે સીમા પાહવાની ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ ફિલ્મ હતી. આ ફિલ્મમાં કોંકણા સેન શર્મા, મનોજ પાહવા, વિક્રાન્ત મેસી, પરમબ્રત ચેટર્જી જેવા શ્રેષ્ઠ કલાકારોએ કામ કર્યું હતું. જોકે બૉક્સ ઑફિસ પર 'રામપ્રસાદ કી તેરહવીં' પૂરી રીતે નિષ્ફળ રહી હતી. 

જો થિયેટરોના લૉકડાઉન હટ્યા બાદથી રિલીઝ થયેલી ફિલ્મોની વાત કરીએ તો મેડમ ચીફ મિનિસ્ટર પાંચમી નવી બૉલીવુડ ફિલ્મ છે, જે થિયેટર્સનાં રિલીઝ થશે. 15 ઑક્ટોબરથી સિનેમાઘર ખોલવાની પરવાનગી મળ્યા બાદ પહેલી રિલીઝ 'સૂરજ પે મંગલ ભારી' હતી, જે 15 નવેમ્બરના રોજ થિયટેરમાં આવી હતી. મનોજ બાજપેયી, દિલજીત દોસાંઝ અને ફાતિમા સન શેખે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. બાદ 11 ડિસેમ્બરના રોજ 'ઈન્દુ કી જવાની' અને 25 ડિસેમ્બરના રોજ રિચા ચઢ્ઢા અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ 'શકીલા' રિલીઝ થઈ હતી. આ જોકે આ તમામ ફિલ્મોને થિયેટર્સમાં વધારે દર્શકો નહોતા મળ્યા.