ગાંધીનગર-

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું આજે લાંબી ઉંમર અને માંદગીના કારણે નિધન થયું છે. આ અંગો શોક વ્યક્ત કરતાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે માધવસિંહ સોલંકીના પુત્ર અને ગુજરાતના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અમેરિકામાં હોવાના કારણે માધવસિંહ સોલંકીની અંતિમ વિધિ રવિવારના રોજ કરવામાં આવશે. અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષને અને ભારતના રાજકારણને ના પુરાય તેવી ખોટ પડી છે. માધવસિંહ સોલંકી અનેક મહત્વના રાજ્ય અને દેશને લગતા નિર્ણય કર્યા છે. ઉલ્લેખનીય છે કે માધવસિંહ સોલંકી કેન્દ્ર સરકારમાં કેબિનેટ મિનિસ્ટર તરીકે પણ ફરજ બજાવી છે જ્યારે ગુજરાતમાં પણ તેઓ મુખ્યપ્રધાન પદે રહી ચૂક્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન તરીકે માધવસિંહ સોલંકીએ ચાર વખત શપથ લીધા હતાં. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માધવસિંહ સોલંકીના નિધન પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત 12:00 રાજ્યની કેબિનેટની બેઠક બોલાવીને માધવસિંહ સોલંકીને એક દિવસનો શોખ રસ્તાઓ પણ પસાર કરવામાં આવશે, આ ઉપરાંત રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તમામ જાહેર કાર્યક્રમ પણ રદ્દ કર્યા છે.