મધ્યપ્રદેશ પોલીસે ગેંગરેપની ફરિયાદ ન લેતા દલિત મહિલાનો આપઘાત

ભોપાલ-

નરસિંહપુરના ચીચલી ગામમાં ગેંગરેપ પીડિત મહિલાએ આપઘાત કરી લીધો છે. પીડિતાના પતિનો આરોપ છે કે તેઓ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા રહ્યા હતા પરંતુ ફરિયાદ લેવામાં આવી ન હતી. આ કેસ મીડિયામાં આવતા વાત ભોપાલ સુધી પહોંચી હતી.

આ કેસને ધ્યાનમાં લેતા રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કડક પગલાં ભરવાના આદેશ કર્યા હતા. સીએમની નારાજગી અને કડક પગલાં લેવાના આદેશ બાદ બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી અને તેમની વિરુદ્ધ કલમ 376 ડી અને 307 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. સીએમએ કહ્યું કે, રાજ્યમાં બળાત્કારીઓને બક્ષવામાં નહીં આવે.

નરસિંહપુરના ચીચલી ગામમાં દલિત મહિલા સાથે ગેંગરેપ બાદ તેની ફરિયાદ ન લેવાના કેસમાં સીએમ શિવરાજસિંહ ચૌહાણે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. સીએમના આદેશ બાદ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ મિશ્રીલાલ કે જેમણે એફઆઈઆર નોંધી ન હતી તેમની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ત્રણ આરોપી અરવિંદ, મોતીલાલ અને અનિલ રાયની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ સાથે જ તાત્કાલિક અસરથી એડિશનલ એસપી, એસડીઓપીને હટાવી દેવામાં આવ્યા છે. આ જ રીતે ખરગોનના એસપી પાસેથી આ અંગે સ્પષ્ટતા પણ માંગવામાં આવી છે. જાેકે, એસપી હાલમાં રજા પર છે


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution