લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ઓગ્સ્ટ 2020 |
2574
વડોદરા, તા.૩
વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે છેલ્લા ૨૭ દિવસ થી ઉજવાઈ રહેલા અષાઢ શ્રાવણ માસના હિંડોળા મહોત્સવ અંતર્ગત શ્રાવણ સુદ ૧૪ ના દિવસે પૂ.ગો.૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયના માર્ગદર્શન હેઠળ પ્રભુના ભવ્ય પાંચ અલગ અલગ હિંડોળા સિદ્ધ કરવામાં આવ્યા હતા.જેમાં પ્રભુને સુંદર મચકીના હિંડોળામાં ઝૂલાવામાં આવ્યા હતા.ગીરીકન્દ્રા માં લીલી મેવા ના,મચકીના અલગ અલગ સુંદર ફૂલોના હિંડોળામાં પ્રભુને પૂ.વ્રજરાજકુમારજી દ્વારા ઝુલાવવામાં આવ્યા હતા. સાથે છાકલીલી તથા ગૌચાકણ લીલા ની પણ સજાવટ કરવામાં આવી હતી.અસંખ્ય વૈષ્ણવોએ આ દિવ્ય દર્શનો લાભ લીધો હતો.