પ્રયાગરાજ-

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીની કથિત આત્મહત્યાના સંબંધમાં ઉત્તરપ્રદેશ પોલીસે હરિદ્વારથી તેમના શિષ્ય આનંદ ગિરીની અટકાયત કરી છે. અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે મંગળવારે જણાવ્યું હતું કે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધાયા બાદ આનંદ ગિરીને સોમવારે રાત્રે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

સોમવારે અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીએ કથિત રીતે પોતાની શ્રીમથ બાગંબરી ગદ્દીમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ મહંત નરેન્દ્ર ગિરીના મૃતદેહ પાસે સાત-આઠ પાનાની સુસાઈડ નોટ મળી હતી જેમાં તેણે ઘણી વસ્તુઓ લખી હતી.

કુમારે કહ્યું કે સુસાઈડ નોટમાં ત્રણ લોકોના નામ છે અને એફઆઈઆરના આધારે આનંદ ગિરીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, તેમને વધુ તપાસ માટે અલ્હાબાદ લાવવામાં આવી રહ્યા છે. કુમારે જણાવ્યું હતું કે "નિષ્પક્ષ અને પારદર્શક" તપાસ ચાલી રહી છે અને રાજ્ય પોલીસ આ મામલાને સંભાળવા સક્ષમ છે.