મુબંઇ-

મહારાષ્ટ્ર રાજ્ય સરકારમાં કેબિનેટ કક્ષાના પ્રધાન અસલમ શેખનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમણે પોતાની જાતને આઇસોલેટ કરી હતી.

અસલમ શેખ ત્રીજી વાર મલાડ વેસ્ટમાંથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા છે અને હાલ ઉદ્ધવ ઠાકરેની સરકારમાં કેબિનેટ કક્ષાના પ્રધાન છે. મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની મિશ્ર સરકાર છે.

 મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. રવિવારે મહારાષ્ટ્રમાં એકજ દિવસમાં નવ હજાર પાંચસો અઢાર નવા કેસ નોંધાયા હતા. એ સાથે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસનો આંકડો ત્રણ લાખ દસ હજારના આંકને વટાવી ગયો હતો. અત્યાર સુધીમાં ૧૧ હજાર આઠસો ચોપન વ્યક્તિનાં મરણ કોરોનાના કારણે થયાં હતાં. રવિવારે એક જ દિવસમાં ૨૫૮ દર્દીઓ મરણ પામ્યા હતા. એમાંના ૧૪૯ મુંબઇ મહાનગરમાં મરણ પામ્યા હતા.

રાજ્યની સાંસ્કૃતિક રાજધાની સમા પૂણે, ઔરંગાબાદ, નાસિક સહિત કેટલાક સ્થળે સ્વૈચ્છિક કે સરકારે લાદેલી સંચારબંધી પ્રવર્તી રહી હતી. જાે કે પૂણેમાં વેપારી સંઘે લાૅક આઉટનો જાેરદાર વિરોધ કર્યો હતો અને વેપાર-ધંધા ઠપ થઇ જવા ઉપરાંત પોતાના પરિવાર ભૂખે મરતા થઇ જશે એવી દલીલ કરી હતી. વેપારી સંઘે ઓડ ઇવન જેવી કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગણી પણ કરી હતી.