બિહાર

બિહારમાં શુક્રવારે સવારે દાનાપુરના પીપાપુલમાં પિક-અપ વેન ગંગા નદીમાં પડી ગઈ હતી. એમાં 18 લોકો હતા.10 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. તેમાં 3 બાળકો સામેલ છે. 2 લોકો તરીને બહાર આવી ગયા છે, જ્યારે બાકીના 7 લોકોની તપાસ ચાલી રહી છે. આ લોકો એક જ કુટુંબના હોવાનું જાણવા મળ્યું છે. તેઓ દિયારાના અખિલપુરમાં તિલકવિધિ કરીને પરત આવતા હતા. લગ્ન 26 એપ્રિલે થવાના હતા.


વેન પીપા પુલથી પસાર થતી હતી ત્યારે જ આ દુર્ઘટના સર્જાઈ હતી. સ્થાનિક લોકોએ વેન બહાર કાઢવાના પ્રયત્ન કર્યા હતા પરંતુ નિષ્ફળતા મળી હતી. અંતે, પ્રશાસને JCBની મદદથી વેન બહાર કાઢી હતી. SDRFની ટીમ ડૂબેલા લોકોને શોધી રહી છે.


સ્થાનિક તરવૈયાઓએ તપાસ હાથ ધરી દીધી છે. જેમાં પોલીસના અધિકારીએ તપાસ દરમિયાન જણાવ્યું હતું કે નાસિરીગંજમાં રહેવાવાળા ચંદ્રદેવ સિંહના દીકરાનો ટીકા સમારંભ હતો. આ કાર્યક્રમ અકિલપુરના દિયારમાં યોજાવાનો હતો. ચંદ્રદેવના પરિવારજનો આ કાર્યક્રમમાં ભાગ લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થયા છે. પોલીસે બાતમીના આધારે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી દીધી છે. SRDFની ટીમ ઘટનાસ્થળે પહોંચે એ પહેલા સ્થાનિક તરવૈયાઓએ પાણીમાં મૃતદેહોની તપાસ આદરી દીધી હતી.