RTE હેઠળ પ્રિ-પ્રાઈમરીમાં એડમિશનને રાષ્ટ્રીય અભિયાન બનાવો : સુપ્રીમ કોર્ટ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, એપ્રીલ 2026  |   3465

સ્કૂલોમાં વંચિત વર્ગાે માટે ૨૫ ટકા આરટીઇ ક્વોટાને ‘રાષ્ટ્રીય અભિયાન’ ગણાવી સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે, સ્થાનિક ખાનગી સ્કૂલો વિલંબ વગર શિક્ષણ અધિકાર ધારા હેઠળ ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા બંધારણીય અને કાનૂની રીતે બંધાયેલી છે. પ્રી-પ્રાઈમરી ક્લાસમાં એડમિશનને રાષ્ટ્રીય અભિયાન બનાવવા પર ભાર મૂકી સુપ્રીમ કોર્ટે નોંધ્યુ હતું કે, સરકાર વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરીને મોકલે તે પછી સ્કૂલો પાસે પ્રવેશ આપવા સિવાય બીજાે કોઇ વિકલ્પ હોતો નથી.ન્યાયાધીશ પી એસ નરસિંહા અને આલોક આરાધેની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે, સરકારનું અનુદાન ન મેળવતી નજીકની સ્કૂલો આરટીઇ માળખા હેઠળ વિદ્યાર્થીઓને વિલંબ વગર પ્રવેશ આપવા બંધાયેલી છે. આવા પ્રવેશનો ઇનકાર બંધારણની કલમ ૨૧એ હેઠળના શિક્ષણના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે.ચુકાદામાં જણાવાયુ હતું કે આરટીઇ ધારા, ૨૦૦૯ની કલમ ૧૨ હેઠળ સમાજના નબળા અને વંચિત વર્ગના બાળકોને ૨૫ ટકા સુધી પ્રવેશ આપવાની જાેગવાઈ સમાજના સામાજિક માળખાને બદલવાની અસાધારણ ક્ષમતા ધરાવે છે.. કલમ ૨૧એ હેઠળના અધિકારની બંધારણીય ઘોષણા, ત્યારબાદ કાયદાની કલમ ૩ હેઠળ મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ માટેના આદેશને તેને અસરકારક અમલથી સાકાર કરી શકાય છે.ન્યાયાધીશ નરસિંહાએ જણાવ્યું હતું કે આવા વિદ્યાર્થીઓના પ્રવેશની ખાતરી કરવી એ એક રાષ્ટ્રીય મિશન અને સ્થાનિક સત્તાવાળાઓની ફરજ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution