મસ્ત વરસાદ પડી રહ્યો છે, આ ઋતુમાં સામાન્ય રીતે બહારનું ખાવાનું લોકો પસંદ નથી કરતા હોતા પરંતુ કંઇક ક્રિસ્પી તથા યમી ખાવાની ઇચ્છા થતી હોય તો આજે અમે તમને શીખવાડીશુ મેગી ભાજીયા...

સામગ્રી:

1 મેગીનું પેકેટ, 1 કપ સમારેલી ડુંગળી, 1 કપ સમારેલી કોબીજ, 1 કપ કોથમીર , 1 કપ કેપ્સીકમ, 2 ચમચી ઘંઉનો રવો, 1 ચમચી મીઠું,1 ચમચી લીલા મરચા પાવડર 2 ચમચી લાલ મરચા પાવડર,તળવા માટે તેલ

બનાવવાની રીત:

- પહેલા તો એક કપ પાણીને ગરમ કરી પાણી ઉકળે એટલે તેમાં મેગીના પેકેટમાંથી મેગી નાખી મસાલો ઉમેરી દો. આ રીતે પહેલા મેગી તૈયાર કરી લો. મેગીનું પાણી બળે અને થોડી ઘટ્ટ થાય એટલે તેમાં સુધારેલા શાકભાજી ડુંગળી, કેપ્સિકમ, કોબી અને કોથમીર ઉમેરો. હવે તેમાં સ્વાદનુસાર મીઠું-લાલ મરચાનો પાવડર મિક્સ કરી લો. હવે મિક્સ કર્યા પછી મેગીને ગેસ પરથી ઉમેરીને ઉતારી લો. હવે મિશ્રણમાં 2 ચમચી ઘંઉનો રવો, 2 ચમચી ચણાનો લોટ ઉમેરીને પાણીને ઉમેરો. હવે મિશ્રણને બરાબર મિક્સ કરી લો.

આ પછી એક કડાઇમાં ભજીયા તળવા માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યાં સુધી મેગીના સ્ટફિંગમાંથી નાના નાના બોલ તૈયાર કરી લો અને બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તો તૈયાર છે ગરમાગરમ મેગીભજીયા. જેને તમે ડુંગળી, સોસ કે ચટણી સાથે ખાઇ શકો છો.