આપણે સેન્ડવિચ અને બ્રેડ બટર બનાવવા માટે બ્રેડ લાવીએ છીએ અને જો તે વધે તો તેને ફેંકી દેતા હોઇએ છીએ અથવા તો તેના બ્રેડ પકોડા ખાતા હોઇએ છીએ પરંતુ હવે તમને એક વધુ રેસિપી બતાવીશું જેની મદદથી તમે હેલ્થી રીતે બ્રેડને ખાઇ શકશો.

મસાલા બ્રેડ બનાવવા માટેની સામગ્રી :

4 નંગ બ્રેડ ,2 ચમચી બટર ,અડધી ચમચી જીરું ,2 ચમચી લાલ મરચું પાઉડર ,1 ચમચી લસણની પેસ્ટ ,1 નંગ કેપ્સિકમ,2 નંગ બારીક સમારેલી ડુંગળી,2 નંગ બારીક સમારેલા ટામેટા 1 ચમચી નૂડલ્સ મસાલો,અડધો કપ બારીક સમારેલી કોથમીર,અડધી ચમચી લીંબૂનો રસ ,સ્વાદનુસાર મીઠું. 

મસાલા બ્રેડ બનાવવા માટેની રીત:

મસાલા બ્રેડ બનાવવા માટે એક પેનમાં બટર લઇને તેને ગરમ કરી લો. બટર ગરમ થઇ જાય પછી તેમાં સમારેલી ડુંગળી નાખો અને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ચડવા દો. હવે તેમા લસણવી પેસ્ટ અને લાલ મરચું નાખીને એક મિનિટ સુધી ચડવા દો, ત્યારબાદ તેમાં સમારેલું કેપ્સિકમ ઉમેરીને ચડવા દો. આ પછી તેમાં સમારેલા ટામેટા, નૂડલ્સ મસાલો અને સ્વાદનુસાર મીઠું એડ કરીને 1-2 થી મિનિટ માટે મીડિયમ તાપ પર ચડવા દો. હવે બ્રેડના નાના-નાના ટુંકડા કરીને મસાલામાં ઉમેરીને મિક્સ કરી લો અને આ પછી ઉપરથી લીંબૂનો રસ ઉમેરો, તો તૈયાર છે મસાલા બ્રેડ. મસાલા બ્રેડને કોથમીરથી ગ્રાર્નિંશ કરીને સર્વ કરો.