જામફળ તેના પોષક દ્રવ્યોના કારણે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. શિયાળામાં જામફળ ખાવું તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળાની ઠંડી સાથે રસીલા અમૃતફળ 'જામફળની ગ્રીન ચટણી ખાવાની મજા જ કંઈક અલગ છે. ગ્રીન ચટણીને અપ્પમ, સમોસા, પકોડા કે ભજીયાં સાથે સર્વ કરીને ખાવાથી એકદમ ટેસ્ટી લાગે છે.

સામગ્રીઃ

જામફળ - 250 ગ્રામ,લસણ - અડધો કપ,કોથમીર - અડધો કપ,લીંબુનો રસ - 2 ચમચી,આદું - નાનો ટુકડો,લીલાં મરચાં - 2 નંગ,સંચળ - અડધી ચમચી,શેકેલા જીરાનો પાઉડર - અડધી ચમચી,મીઠું - સ્વાદ મુજબ.

બનાવવાની રીત :

જામફળના બિયાં કાઢી નાખી તેના નાના ટુકડા કરો.હવે મિક્સરની જારમાં બધી સામગ્રી નાખો અને બારીક ક્રશ કરી લો.આ તૈયાર ગ્રીન ચટણીને અપ્પમ, સમોસા, પકોડા કે ભજીયાં સાથે સર્વ કરો. આમાં તમે ઇચ્છો તો ફુદીનો પણ નાખી શકો છો.