જે લોકો ખાવા-પીવાનાં શોખીન હોય છે, તેઓ પોતાના ફૂડી સ્વભાવના કારણે ટેસ્ટી ખાવાનું જોઇને તેઓ કંટ્રોલ કરી શકતા નથી. તેમાં પણ ફાસ્ટફૂડ તેઓને વધુ પ્રિય હોય છે. ખાવાના શોખની સાથે તેઓએ પોતાની હેલ્થનું પણ ધ્યાન રાખવું પડે છે. ડાયેટમાં ફક્ત સલાડ અને ફિક્કો ખોરાક ખાઇને કંટાળી ગયા છો, તો ટ્રાય કરો ટેસ્ટી સોયા ચિલી.

સામગ્રીઃ

100 ગ્રામ સોયાબીન નગેટ્સ ,1/2 ચમચી લસણ પેસ્ટ ,2 ચમચી તેલ ,1 કપ ઝીણી સમારેલી ડુંગળી ,2 ઝીણાં સમારેલા લીલા મરચાં ,2 ચમચી સોયા સોસ ,2 ચમચી વિનેગર ,મીઠું સ્વાદનુસાર 

બનાવવાની રીતઃ

સોયાબીન નગેટ્સને અડધો કલાક પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ સોયા નગેટ્સને કાણાવાળા બાઉલમાં કાઢી લો. હવે સોયા નગેટ્સને એક બાઉલમાં નાંખીને તેમાં લસણની પેસ્ટ મિક્સ કરો. હવે કઢાઇમાં બે ચમચી તેલ મૂકીને તેમાં ડુંગળી નાંખો અને ડુંગળી ગુલાબી થાય ત્યાર બાદ તેમાં લીલાં મરચાંની પેસ્ટ મિક્સ કરી તેમાં મીઠું, સોયા સોસ, વિનેગર અને સોયાબીન નાંખીને મિક્સ કરી લો. બરાબર મિક્સ થઇ જાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી લો. હવે કોથમીર, સમારેલી લીલી ડુંગળી દ્વારા ગાર્નિશ કરો. તૈયાર છે ચિલી સોયા