ફરાળ માટે ઘરે બનાવી લો આ ટેસ્ટી કટલેટ
06, ઓગ્સ્ટ 2020

પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થયો છે ત્યારે તમે રોજ શું નવું અને ટેસ્ટી બનાવવું તેની મૂંઝવણ અનુભવતા હશો. આજે અમે તમારા માટે ફરાળી અને ટેસ્ટી એવી કાચા કેળાની કટલેટની રેસિપી લાવ્યા છીએ. આ કટલેટથી તમારું પેટ તો ભરાશે સાથે તે હેલ્ધી હોવાથી હેલ્થને પણ ફાયદો કરશે. તો રાહ કોની જુઓ છો આજે જ પ્લાન કરી લો આ ફરાળી કટલેટની રેસિપી. 

સામગ્રી :

2 નંગ કાચા કેળા,1 નંગ બટાકું ,1 નંગ લીલા મરચાં ,અડધો કપ લીલા ધાણા ,અડધી ચમચી લાલ મરચું પાવડર ,અડધી ચમચી આમચૂર ,પા ચમચી ચાટ મસાલો ,કાળા મરી ,મીઠું સ્વાદ અનુસાર  ,તેલ તળવા માટે 

રીત :

સૌપ્રથમ કેળા અને બટાકાને બાફી લો, તેને થોડા ઠંડા થવા દો. હવે તેને છોલી અને તેને સારી રીતે મેશ કરી લો. તેમાં લીલાં મરચાં, લીલા ધાણા, મીઠું, કાળા મરીનો પાવડર, આમચૂર અને ચાટ મસાલા બરાબર મિક્સ કરો. આ મિશ્રણના નાના બોલ બનાવી લો. તેને હળવા હાથે થોડાક દબાવી કટલેટ બનાવી લો. હવે પેનમાં તેલ નાંખો અને ધીમા તાપ પર મૂકો. તેમાં કટલેટ નાંખો અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકવી લો. સ્વાદિષ્ટ કટલેટને નારિયળની ચટણી, તીખી ચટણી, ગળી ચટણી અને દહીં સાથે સર્વ કરો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution