મુંબઈ, મહારાષ્ટ્રમાં ૨૦૦૮માં થયેલા માલેગાંવ બ્લાસ્ટ કેસનો ચૂકાદો ૧૭ વર્ષ પછી ગુરુવારે આવ્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ખાસ કોર્ટે આ કેસના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ વિસ્ફોટ ૨૯ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ માલેગાંવમાં થયો હતો, જેમાં ૬ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઉલ્લેખનીય છેકે, કેસમાં કુલ ૩૨૩ સાક્ષીઓના નિવેદનો નોંધાયા હતા, જેમાંથી ૩૨ સાક્ષીઓએ પાછળથી પોતાના નિવેદનો બદલ્યા હતા.
એનઆઈએની ખાસ કોર્ટે બહુચર્ચિત કેસની સુનાવણી બાદ ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં કોર્ટે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર અને આર્મી કર્નલ પ્રસાદ પુરોહિત સહિતના તમામ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા છે. ન્યાયાધીશે ચુકાદામાં અનેક બાબતો પર ધ્યાન દોર્યું છે. ન્યાયાધીશે કહ્યું હતું કે, સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર ચોક્કસપણે બાઇકની માલિક છે, પરંતુ બાઇક તેના કબજામાં હોવાનો કોઈ પુરાવો નથી. એટીએસ અને એનઆઈએની ચાર્જશીટમાં ઘણો તફાવત છે. ફરિયાદ પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છેકે બોમ્બ મોટરસાઇકલમાં હતો. તપાસ એજન્સીઓ એ સાબિત કરવામાં પણ નિષ્ફળ ગઈ છેકે, બાઇક સાધ્વીની છે, કારણ કે ફરિયાદ પક્ષ બાઇકનો ચેસિસ નંબર શોધવામાં નિષ્ફળ ગયો છે.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું એક, કર્નલ પ્રસાદ પુરોહિત સામે એવો કોઈ પુરાવો નથી કે તેમણે બોમ્બ બનાવ્યો અને સપ્લાય કર્યો. બોમ્બ કોણે મૂક્યો તે પણ સાબિત થઈ શક્યું નથી. કોર્ટે સેના અધિકારી કર્નલ પ્રસાદ પુરોહિત સામે ચાર્જશીટ દાખલ કરતા પહેલા લેવામાં આવેલી મંજૂરી પર પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. કોર્ટે કહ્યું છેકે, અભિનવ ભારતનું નામ વારંવાર ઉલ્લેખવામાં આવે છે. પ્રસાદ પુરોહિત ટ્રસ્ટી હતા અને અજય રાહિરકર ખજાનચી હતા. બંનેના ખાતામાં પૈસાની લેવડદેવડના પુરાવા છે, પરંતુ આ પૈસાનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે થયો ન હતો. પુરોહિતે આ પૈસા બાંધકામના કામ માટે વાપર્યા હતા.
કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે, ઘટના પછી નિષ્ણાતો દ્વારા પુરાવા એકત્રિત કરવામાં આવ્યા ન હતા અને પુરાવા દૂષિત થયા છે. ઘટના પછી, સ્થળ પર રમખાણો જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને સ્થાનિક લોકોએ પોલીસ દળ પર હુમલો કર્યો હતો. એનઆઈએ કોર્ટે માલેગાંવ વિસ્ફોટના પીડિતોના પરિવારજનોને રૂ. ૨ લાખ અને ઘાયલોને રૂ. ૫૦,૦૦૦ આપવાનો આદેશ આપ્યો છે.
આ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઉપરાંત કર્નલ પુરોહિત, મેજર રમેશ ઉપાધ્યાય, અજય રાહિરકર, સમીર કુલકર્ણી, સ્વામી દયાનંદ પાંડે અને સુધાકર ચતુર્વેદી જેવા નામો આરોપી તરીકે સામેલ હતા. કેસમાં કુલ ૩૨૩ સાક્ષીઓના નિવેદનો નોંધાયા હતા, જેમાંથી ૩૨ સાક્ષીઓએ પાછળથી પોતાના નિવેદનો બદલ્યા હતા.
માલેગાંવ બ્લાસ્ટ: ૧૭ વર્ષે સાધ્વી-કર્નલ સહિત તમામ નિર્દોષ
• અખિલેશ યાદવ (સમાજવાદી પાર્ટી પ્રમુખ) : સમાચાર દબાવવા માટે નવા સમાચાર લાવવામાં આવી રહ્યા હોય તેવું શક્ય છે. કોર્ટનો ર્નિણય જાેયો નથી, પરંતુ જે દોષિત છે તેમને સજા થવી જાેઈએ.
• અનિલ દેસાઈ (શિવસેના-ેંમ્ સાંસદ) : માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસના પીડિતોને ન્યાય મળ્યો નથી કારણ કે તપાસ એજન્સીઓ કોર્ટમાં જરૂરી પુરાવા રજૂ કરી શકી નથી.
• શ્રીકાંત શિંદે (શિવસેના સાંસદ) : ‘ભગવા આતંકવાદ’ની કથાને કોંગ્રેસ દ્વારા બનાવેલી ગણાવી અને આરોપ લગાવ્યો કે કોંગ્રેસે મત બેંક માટે આ ગંદુ રાજકારણ કર્યું.
• દેવેન્દ્ર ફડણવીસ (મહારાષ્ટ્રના મુખ્યમંત્રી) : આતંકવાદ ક્યારેય ભગવો નહોતો, ક્યારેય ભગવો નથી અને ક્યારેય રહેશે નહીં!
• બ્રિજલાલ (ભાજપ રાજ્યસભા સાંસદ) : સમગ્ર કેસને કોંગ્રેસનું ષડયંત્ર. સોનિયા ગાંધી તથા સુશીલ કુમાર શિંદેએ દેશની માફી માંગવી જાેઈએ.
• દામોદર અગ્રવાલ (ભાજપ સાંસદ) : કોર્ટના ચુકાદા પછી સત્ય બહાર આવ્યું છે અને ‘ભગવા આતંકવાદ’ જેવી વાતો કરનારાઓને જવાબ મળી ગયો છે.
• વિનોદ બંસલ (વિહિપના રાષ્ટ્રીય પ્રવક્તા) : આ ચુકાદો કોંગ્રેસના મોઢા પર ‘એક જાેરદાર થપ્પડ’ છે. કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ હિન્દુ સમાજની માફી માંગવી જાેઈએ.
• રાજા સિંહ (તેલંગાણાના ધારાસભ્ય) : ચુકાદો કોંગ્રેસના ‘હિન્દુ વિરોધી ચહેરા’નો પર્દાફાશ છે. ધર્મનો વિજય થયો છે.
• ઇમરાન મસૂદ (કોંગ્રેસ સાંસદ) : પોલીસે બધી લિંક જાેડી હતી, તો આ બધું કોણે કર્યું? તેમાં કોઈ શંકા નથી કે માલેગાંવમાં બ્લાસ્ટ થયો હતો. આતંકવાદને હિન્દુઓ અને મુસ્લિમોમાં વહેંચી ન શકાય.
• આનંદ દુબે (શિવસેના-ેંમ્ નેતા) : ૧૭ વર્ષ બાદ સત્ય તો મળ્યું. વિચારો કે, ૭ આરોપીના જીવનના ૧૭ વર્ષ કેવા વીત્યા હશે? અમે કોર્ટનો આભાર માનીએ છીએ.
• ઇમરાન પ્રતાપગઢી (કોંગ્રેસના રાજ્યસભા સાંસદ) : આ ચુકાદો છે, ન્યાય નથી. અમે તો પહેલા દિવસથી કહીએ છીએ કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો.
માલેગાંવ બોંબ વિસ્ફોટ કેસની સંપૂર્ણ કહાની
મહારાષ્ટ્રના માલેગાંવમાં ૨૯ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ બોમ્બ વિસ્ફોટ થયા હતા. વિસ્ફોટ રમઝાન મહિનામાં કરાયો હતો, જેમાં એક વિસ્ફોટ મસ્જિદ પાસે અને બીજાે બજારમાં થયો હતો. હુમલામાં ૬ લોકોના મોત થયા હતા અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. શરૂઆતમાં હુમલામાં આતંકવાદી સંગઠનોની સંડોવણીના અહેવાલો હતા, પરંતુ એક મોટરસાઇકલને કારણે તપાસની દિશા સંપૂર્ણપણે બદલાઈ ગઈ. કેસમાં પૂર્વ સાંસદ પ્રજ્ઞા ઠાકુર અને કર્નલ પુરોહિત સહિત ઘણા નામો સામે આવ્યા હતા.
માલેગાંવ બોંબ વિસ્ફોટ કેસની સંપૂર્ણ કહાની
મહારાષ્ટ્રના માલેગાંવમાં ૨૯ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ બોમ્બ વિસ્ફોટ થયા હતા. વિસ્ફોટ રમઝાન મહિનામાં કરાયો હતો, જેમાં એક વિસ્ફોટ મસ્જિદ પાસે અને બીજાે બજારમાં થયો હતો. હુમલામાં ૬ લોકોના મોત થયા હતા અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. શરૂઆતમાં હુમલામાં આતંકવાદી સંગઠનોની સંડોવણીના અહેવાલો હતા, પરંતુ એક મોટરસાઇકલને કારણે તપાસની દિશા સંપૂર્ણપણે બદલાઈ ગઈ. કેસમાં પૂર્વ સાંસદ પ્રજ્ઞા ઠાકુર અને કર્નલ પુરોહિત સહિત ઘણા નામો સામે આવ્યા હતા.
રાહુલ ગાંધીએ મુદ્દો ભટકાવવાનો આરોપ લગાવ્યો
માલેગાંવ બ્લાસ્ટ કેસના ચુકાદા બાદ વિપક્ષે નારાજગી વ્યક્ત કરી છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર મુદ્દાને ભટકાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું હતું કે, સરકારે નીતિઓને તબાહ કરી દીધી અને હવે મુદ્દો ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે.
ચુકાદા બાદ હવે, કોંગ્રેસ માફી માગે : સીએમ યોગી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, માલેગાંવ વિસ્ફોટ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવા એ ‘સત્યમેવ જયતે’ ની જીવંત ઘોષણા છે. આ ર્નિણય ફરી એકવાર કોંગ્રેસના ભારત વિરોધી, ન્યાય વિરોધી અને સનાતન વિરોધી પાત્રનો પર્દાફાશ કરે છે. કોંગ્રેસે ‘ભગવા આતંકવાદ’ જેવો ખોટો શબ્દ બનાવીને કરોડો સનાતન શ્રદ્ધાળુઓ, સંતો અને રાષ્ટ્રસેવકોની છબી ખરડવાનું અપરાધ કર્યું છે. કોંગ્રેસે જાહેરમાં પોતાના અક્ષમ્ય દુષ્કૃત્યનો સ્વીકાર કરવો જાેઈએ અને દેશની માફી માંગવી જાેઈએ.
ચુકાદો નિરાશાજનક : અસરુદ્દીન ઓવૈસી
ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીનના પ્રમુખ અસાદુદ્દીન ઓવૈસીએ ચુકાદાને ‘નિરાશાજનક’ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, વિસ્ફોટમાં છ નમાઝી માર્યા ગયા અને લગભગ ૧૦૦ ઘાયલ થયા. તેમના ધર્મને કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા. નિર્દોષ જાહેર કરવા માટે જાણીજાેઈને નબળી તપાસ/પ્રોસિક્યુશન જવાબદાર છે. તેમણે મોદી અને ફડણવીસ સરકારોને સવાલ કર્યો કે, શું તેઓ આ ર્નિણય સામે અપીલ કરશે? ઓવૈસીએ એ પણ પ્રશ્ન ઉઠાવ્યો કે, તે ૬ લોકોની હત્યા કોણે કરી?
ચુકાદો મારી નહીં, પણ ભગવાનની જીત : સાધ્વી
ચૂકાદા બાદ પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે જણાવ્યું હતું એક, આ કોર્ટનો ચુકાદો મારી નહીં પરંતુ ભગવાની જીત છે. માલેગાંવ બ્લાસ્ટ બાદ મારું જીવન બરબાદ થયું, મને અપમાનિત કરવામાં આવી, મને આતંકી બનાવી દેવામાં આવી હતી. સાધ્વી પ્રજ્ઞાએ કોર્ટમાં કહ્યું કે, તેમણે મને તપાસ માટે બોલાવ્યો, મારી ધરપકડ કરી અને મને ત્રાસ આપ્યો. આનાથી મારું આખું જીવન બરબાદ થઈ ગયું. હું સાધુનું જીવન જીવી રહી હતી પણ મને આરોપી બનાવાઇ.
ચુકાદો મારી નહીં, પણ ભગવાનની જીત : સાધ્વી
ચૂકાદા બાદ પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે જણાવ્યું હતું એક, આ કોર્ટનો ચુકાદો મારી નહીં પરંતુ ભગવાની જીત છે. માલેગાંવ બ્લાસ્ટ બાદ મારું જીવન બરબાદ થયું, મને અપમાનિત કરવામાં આવી, મને આતંકી બનાવી દેવામાં આવી હતી. સાધ્વી પ્રજ્ઞાએ કોર્ટમાં કહ્યું કે, તેમણે મને તપાસ માટે બોલાવ્યો, મારી ધરપકડ કરી અને મને ત્રાસ આપ્યો. આનાથી મારું આખું જીવન બરબાદ થઈ ગયું. હું સાધુનું જીવન જીવી રહી હતી પણ મને આરોપી બનાવાઇ.
કોણ છે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર?
સાધ્વી પ્રજ્ઞા તરીકે ઓળખાતા પ્રજ્ઞા સિંહ ઠાકુર મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી ભાજપના ભૂતપૂર્વ સાંસદ છે. તેઓ કોલેજના દિવસોથી જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સક્રિય સભ્ય હતા અને બાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિવિધ સહયોગી સંગઠનો સાથે પણ જાેડાયેલા રહ્યા હતા. ૨૦૦૮માં માલેગાંવ બોમ્બ વિસ્ફોટમાં સામેલ હોવાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેમને કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે.
તપાસ એજન્સી નહીં અંદરના લોકો ખોટા : કર્નલ પુરોહિત
લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિતે કોર્ટમાં કહ્યું હતું કે, આ કેસમાં ફસાયા પહેલા હું જે રીતે કરતો હતો તે જ રીતે મારા દેશ અને મારા સંગઠનની સેવા કરવાની તક આપવા બદલ હું તમારો આભાર માનું છું. હું આ માટે કોઈ સંગઠનને દોષી ઠેરવતો નથી. તપાસ એજન્સીઓ જેવી સંસ્થાઓ ખોટી નથી, પરંતુ સંગઠનની અંદરના લોકો ખોટા છે. સામાન્ય માણસનો સિસ્ટમમાં વિશ્વાસ પુન:સ્થાપિત કરવા બદલ હું તમારો આભાર માનું છું.
છ્જીને વિસ્ફોટક કેસમાં તપાસના આદેશ : કોર્ટ
દ્ગૈંછ કોર્ટે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે કારણ કે, આ કેસના બધા સાક્ષી પોતાના શરૂઆતી દાવાથી ફરી ગયા હતા. કોર્ટે કહ્યું હતું કે, અમે એડીજી એટીએસને આરોપી સુધાકર ચતુર્વેદીના ઘરમાં વિસ્ફોટકો રાખવાના કેસમાં તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.
‘હિન્દુ આતંકવાદ’ લાદ‘હિન્દુ આતંકવાદ’ લાદવાનો પ્રયાસ નિષ્ફળ : રવિશંકર ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, માલેગાંવ વિસ્ફોટ પર એનઆઈએ કોર્ટનો ર્નિણય ઐતિહાસિક છે. બળજબરીથી હિન્દુ આતંકવાદ લાદવાનું કોંગ્રેસનું કાવતરું નિષ્ફળ ગયું છે. ચિદમ્બરમે ડીજીપીની પ્રેસ કોન્ફરન્સમાં ભગવો આતંકવાદ વિશે વાત કરી હતી અને સુશીલ કુમાર શિંદેએ પણ એ જ વાત કરી હતી. એટલું જ નહીં, રાહુલ ગાંધીએ પણ યુએસ રાજદૂતને કહ્યું હતું કે, હિન્દુ આતંકવાદ લશ્કર-એ-તૈયબા કરતાં વધુ ખતરનાક છે. કોર્ટના ર્નિણયમાં કહેવાયું છેકે, કોઈની સામે કોઈ પુરાવા મળ્યા નથી. કાશ્મીરમાં આતંકવાદ સામે લડનારા કર્નલ પુરોહિતને ફસાવાયા હતા. સાધ્વી પ્રજ્ઞાની બાઇકમાંથી બોમ્બ મળ્યો હોવાનું કહી તેમને એટલો ત્રાસ અપાયો કે ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. આ શુદ્ધ વોટ બેંક રાજકારણ માટે કોંગ્રેસનું કાવતરું હતું.
‘હિન્દુ આતંકવાદ’ લાદવાનો પ્રયાસ નિષ્ફળ : રવિશંકર
Loading ...