ચાણોદ,તા.૧૬

સરદાર સરોવર ડેમ માંથી ૩.૫ લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા તેમજ ડભોઇ તાલુકાના સાત ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા નદી બે કાંઠે વહેવા લાગી છે.ઉપરવાસમાં વરસાદને લઈને નર્મદા ડેમમાંથી ૩.૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે નર્મદા નદી ગાંડીતુર બની છે અને બે કાંઠે વહેવા લાગી છે.ડભોઇ તાલુકાના સાત ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે સાથે સાથે તમામ તંત્રની નજર આ ગામોમાં રાખવામાં આવી રહી છે. યાત્રાધામ ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદી એ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ચાંદોદના મલ્હારરાવ ઘાટ માત્ર હવે ૨૫ જેટલા પગથિયાં રહ્યા છે .પોલીસ દ્વારા પણ ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા નાવિકો અને નાગરિકોને પૂરના સમયે નાવડી લઈને નદી ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. હજી પણ પાણીનું સ્તર વધી રહ્યું છે જેના કારણે કાંઠા વિસ્તારના ગામોની અંદર પાણી પ્રવેશી શકવાની ભીતિ પણ સેવાઈ રહી છે.

રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં ડેમમાંથી કુલ ૫.૪૫ ક્યુસેક પાણી છોડાશે

 ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાને કારણે નર્મદા ડેમમાંથી રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં આર.બી.પી.એચ ના ૬ મશીનો અને ડેમના ૨૩ દરવાજા ૩.૨૫ મીટર ખોલી કુલ ૫.૪૫ ક્યુસેક પાણી છોડાશે, ડેમમાં પાણીનું લાઈવ સ્ટોરેજ ૪૫૦૨.૫ એમ.સી.એમ છે.હાલ કાંઠા વિસ્તરોના ગામોને હાઈ એલર્ટમાં મૂકાયા છે,